કિરેન રિજિજુએ કોંગ્રેસના સમર્થન પર સવાલ ઉઠાવ્યો મહિલા અનામત કાયદાના અમલ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો મહિલા અનામત મુદ્દે મોદી સરકારે સમર્થન માંગતા રાહુલ ગાંધીનો જવાબ- ૩ વર્ષ પહેલા પાસ થયેલું બિલ લાગુ કરો
મહિલા અનામતને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શાબ્દિક યુદ્ધ જાેવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ માગ કરી છે કે વર્ષ ૨૦૨૩માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને કોઈ પણ શરત વગર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે.
આ સમગ્ર વિવાદની શરૂઆત રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોથી થઈ હતી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ તે વીડિયોને રીપોસ્ટ કરતાં લખ્યું હતું કે આ કોંગ્રેસના દૃષ્ટિકોણમાં સકારાત્મક ફેરફારનો સંકેત છે અને રાહુલ ગાંધીના દિલમાં મહિલાઓ પ્રત્યે બદલાવ દેખાઈ રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે હવે કોંગ્રેસ મહિલા અનામત બિલનું વિના શરતે સમર્થન કરશે.
આ ટિપ્પણીનો વળતો જવાબ આપતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે મહિલા અનામત બિલ ૨૦૨૩માં જ કોંગ્રેસના પૂર્ણ સમર્થન સાથે સર્વસંમતિથી પસાર થઈ ચૂક્યું છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે કાયદો બન્યાના ત્રણ વર્ષ પછી પણ તેને લાગુ કેમ કરવામાં આવ્યો નથી અને સરકાર તેને સીમાંકન (ડીલિમિટેશન) સાથે શા માટે જાેડી રહી છે?
વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતની મહિલાઓની ઊર્જા બંધાયેલી પડી છે અને તેમને પોતાની કલ્પના તથા અભિવ્યક્તિની આઝાદી નથી મળી રહી. જ્યાં સુધી મહિલાઓ ખુલ્લીને પોતાના વિચારો રજૂ ન કરી શકે ત્યાં સુધી કોઈ પણ દેશ સફળ થઈ શકે નહીં. મહિલા સશક્તિકરણ માત્ર બિઝનેસ કે રાજકારણ પૂરતું સીમિત ન હોવું જાેઈએ, પરંતુ ઘરમાં, પરિવારમાં અને જાહેર સ્થળોએ પણ તેમને મુક્તપણે બોલવાની તથા પોતાના પરિવારના સભ્યો સામે પણ અસહમત થવાની આઝાદી મળવી જાેઈએ.
મહિલા અનામત બિલ, જેને નારી શક્તિ વંદન બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વર્ષ ૨૦૨૩માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જાેગવાઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે આટલો મહત્ત્વપૂર્ણ કાયદો બની ગયો હોવા છતાં કેન્દ્ર સરકાર તેને અમલમાં મૂકવામાં વિલંબ કરી રહી છે.





