
Money Laundering Case: સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના પૂર્વ મંત્રી વી સેંથિલ બાલાજીની જામીન અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી જવાબ માંગ્યો છે. જેની ગયા વર્ષે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે એજન્સીને નોટિસ પાઠવીને 29 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટે 28 ફેબ્રુઆરીના રોજ જામીન અરજી ફગાવી દેતા કહ્યું હતું કે જો તેને આવા ગંભીર કેસમાં જામીન પર છોડવામાં આવે છે, તો તે ખોટો સંકેત આપશે અને મોટાભાગે જાહેર હિતની વિરુદ્ધ હશે.