
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પર પડતાં ભારે દબાણને કારણે હવે વિદ્યાર્થીઓમાં હતાશાનું પ્રમાણ વધતું જાય છે. મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લાની NEET પરીક્ષા આપતી આકંક્ષા ચર્તુવેદીએ ૨૦ મે ના રોજ આત્મહત્યા કરી હતી અને મૃત હાલતમાં મળી આવી હતી. આકાંક્ષાએ પરીક્ષા માટે ખૂબ મહેનત કરી હતી અને તેને સારૂ પ્રદર્શન કરવાનો વિશ્વાસ હતો. પરીક્ષા પછી તે ખૂબ જ ખુશ હતી પરંતુ પેપર લીક અંગેના અહેવાલો પછી તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી. તેણીએ યોગ્ય રીતે ખાવાનું બંધ કરી દીધું હતું. ખૂબ ઓછું બોલતી અને સતત તણાવ માં રહેતી હતી.
બાદમાં પરિવારને એક હાથથી લખેલી નોંધ મળી જે દર્શાવે છે કે આ યુવાન ઉમેદવાર ભાવનાત્મક અશાંતિ માંથી પસાર થઈ રહી હતી. આ નોંધમાં આકાંક્ષાએ તેના માતા-પિતાની માફી માંગી હતી. અને કહ્યું હતું કે તે ફરીથી પરીક્ષા આપવા માટે ડરતી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું “મમ્મી -પપ્પા તમે મારા પર ખૂબ વિશ્વાસ કર્યો હતો કે હુ દવાનો અભ્યાસ કરીશ અને ડોક્ટર બનીશ. પરંતુ પેપર લીકને કારણે મેં બધું જ ગુમાવી દીધું છે. આમ આ આત્મહત્યા ના સાચા ગુનેગારો પેપર લીક માફિયા અને સરકાર અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન છે. એમ વિદ્યાર્થી જગતમાં આજે પણ ખુલ્લેઆમ બોલાઈ રહ્યું છે.





