સુપ્રીમ કોર્ટ તરફથી આસારામને મોટો ઝટકો ખરાબ સ્વાસ્થ્યના આધારે આસારામને વચગાળાના જામીન આપવાનો ઈનકાર આસારામના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેમને દાખલ કરવાની જરૂર નથી
સગીર યુવતી સાથે દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે ખરાબ સ્વાસ્થ્યના આધાર પર આસારામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે તે જરૂર કહ્યું છે કે સ્થિતિ ખરાબ થવા પર આસારામ બીજીવાર વચગાળાના જામીન માટે અપીલ કરી શકે છે, હાલ તેમણે જેલમાં જ રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે આસારામની વચગાળાની જામીન અરજીને છૈંૈંસ્જી ના રિપોર્ટને આધાર માનતા પેન્ડિંગ રાખી છે.
એમ્સમાં સારવાર કરાવી રહેલા આસારામના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલ તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું કે હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. જાેકે, તેમના માટે ૨૪ કલાક તબીબી દેખરેખ રાખવાની સલાહ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આસારામની અરજીને પેન્ડિંગ રાખતા કહ્યું કે સ્થિતિ ખરાબ થવા પર બીજીવાર વચગાળાના જામીન માટે માંગ કરી શકે છે. સુનાવણી દરમિયાન રાજસ્થાન સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ આરોપ લગાવ્યો કે આસારામે હાઈકોર્ટમાંથી ૨૦ દિવસના પેરોલ માંગ્યા હતા અને આ વાત સુપ્રીમ કોર્ટથી વચગાળાના જામીનની માંગ કરતા છુપાવવામાં આવી છે.
તુષાર મેહતાએ જણાવ્યું કે આસારામને હાઈકોર્ટમાંથી ૨૦ દિવસના પેરોલ મળેલા છે. આ વચ્ચે વચગાળાના જામીનના માંગ પર સુપ્રીમ કોર્ટે પાછલી સુનાવણીમાં એમ્સ પાસેથી આસારામનો હેલ્થ રિપોર્ટ માંગ્યો હતો, જેના આધાર પર વચગાળાના જામીનનો ઇનકાર કરતા કોર્ટે અરજી પેન્ડિંગ રાખી છે.
કોર્ટે એમ્સને પૂછ્યું કે શું આસારામના હેલ્થ રિપોર્ટમાં જણાવવામાં આવે કે તેમને હોસ્પિટલમાં દાખલ રાખવા જરૂરી છે કે નહીં. એમ્સ તરફથી આસારામને હાલ ડોક્ટરની દેખરેખમાં રાખવાની સલાહ આપી છે, હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાતને એમ્સે નકારી દીધી છે




