
૧૦૦ મીટરના ભ્રમ પર પર્યાવરણ મંત્રીએ સ્પષ્ટતા કરી.અરવલ્લીમાં કોઈને છૂટ નથી, ૯૦ ટકાથી વધારેનો વિસ્તાર સંરક્ષિત.અરવલ્લી પર્વતમાળા ભારતના ચાર રાજ્યો (દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત)માં ફેલાયેલી છે.સુંદરવન બેઠક બાદ અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને ભ્રમ પર કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તથા અલવરથી લોકસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અરવલ્લી વિસ્તારમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી આપી અને આપવામાં પણ નહીં આવે.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે અરવલ્લી પર્વતમાળા ભારતના ચાર રાજ્યો (દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત)માં ફેલાયેલી છે. અરવલ્લીનું ક્ષેત્ર ૩૯ જિલ્લામાં ફેલાયેલું છે. અરવલ્લીને લઈને કાનૂની પ્રક્રિયા કોઈ નવી નથી, પણ ૧૯૮૫થી તેના પર અરજી ચાલી રહી છે. આ અરજીનો મૂળ ઉદ્દેશ્ય અરવલ્લી વિસ્તારમાં ખનન પર કડક અને સ્પષ્ટ નિયમો લાગુ કરવાનો રહ્યો છે, જેનું સરકાર સંપૂર્ણ સમર્થન કરે છે.
ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચાર રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે અરવલ્લીની એક સમાન પરિભાષા નક્કી કરવામાં આવે, જેથી કોઈ પણ રાજ્યમાં અલગ અલગ વ્યાખ્યાના આધાર પર નિયમોનું ઉલ્લંઘન ન થઈ શકે. આ દિશામાં સરકારે સ્પષ્ટ અને વૈજ્ઞાનિક પરિભાષા નક્કી કરી છે. તેમણે ૧૦૦ મીટરના સુરક્ષા વિસ્તારને લઈને ફેલાયેલા ભ્રમ પર ખુલ્લીને વાત કરી. મંત્રીએ કહ્યું કે અમુક લોકો આ ખોટો પ્રચાર કરી રહ્યા છે કે ૧૦૦ મીટરનો મતલબ પહાડીના ઉપરથી નીચેના ખોદકામની પરવાનગી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ એકદમ ખોટું છે.
તેમના જણાવ્યા અનુસાર, ૧૦૦ મીટરની સુરક્ષા સરહદી પહાડીના બોટમ એટલે કે જે સ્થાન સુધી પહાડીનો આધાર ફેલાયેલો છે, ત્યાંથી માનવામાં આવે છે, એટલે કે પહાડીની નીચેથી ૧૦૦ મીટર સુધીનો આખો વિસ્તાર સંરક્ષિત રહેશે. જ્યાં કોઈ પણ પ્રકારનું ખોદકામ અથવા ગતિવિધિની અનુમતિ નહીં હોય. ભૂપેન્દ્ર યાદવે આગળ જણાવ્યું કે, જાે બે અરવલ્લી પહાડીઓ વચ્ચે ખાલી ૫૦૦ મીટરનું જ અંતર છે, તો તે આખી જમીન પણ અરવલ્લી રેન્જનો ભાગ માનવામાં આવશે. એટલે કે ખાલી પહાડ જ નહીં પણ તેની વચ્ચેની જમીન પણ સંરક્ષણના દાયરામાં આવી જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ વ્યાખ્યા લાગુ થયા બાદ અરવલ્લીનો ૯૦ ટકાથી વધારે વિસ્તાર સંરક્ષિત વિસ્તારમાં આવી ચુક્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીની અરવલ્લી વિસ્તારમાં ખનન ગતિવિધિઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. સરકારે છેલ્લા બે વર્ષથી ગ્રીન અરવલ્લી પહેલ ચલાવી છે. અમે ગ્રીન અરવલ્લી માટે કટિબદ્ધ છીએ. ભૂપેન્દ્ર યાદવે એવું પણ સ્પષ્ટ કર્યું કે સરકારનો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રકારના વિકાસને રોકવાનો નથી, પણ પ્રાકૃતિક વારસો, પર્યાવરણ સંતુલન અને ભવિષ્યની પેઢીઓની સુરક્ષા ખાતરી કરવાનું છે. કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને વૈજ્ઞાનિક માપદંડોના આધાર પર નક્કી કરેલી પરિભાષામાં હવે ભ્રમની તમામ મર્યાદાઓ ખતમ થાય છે. તેનાથી ન ફક્ત ગેરકાયદેસર ખનન પર લગામ લાગશે પણ અરવલ્લીને નુકસાન પહોંચાડનારી ગતિવિધિઓ પર પણ કડક રોક લાગશે.




