
ભાગદોડ પર ૩ મહિના બાદ કોહલીએ તોડ્યું મૌન.કોહલીએ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને જવાબદારીપૂર્વક આગળ વધવાનું વચન આપ્યું.વિરાટ કોહલીએ કહ્યું, જીવન ક્યારેય તમને ૪ જૂને બનેલી આવી હૃદયદ્રાવક ઘટનાઓ માટે તૈયાર કરતું નથી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ૪ જૂને બેંગ્લોરમાં થયેલી ભાગદોડની ઘટના પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. આ દુ:ખદ અકસ્માતમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બની હતી જ્યારે ઇઝ્રમ્એ ૧૮ વર્ષની લાંબી રાહ જાેયા પછી RCB ટ્રોફી જીતી હતી. ઉજવણીની આ ક્ષણ થોડી જ ક્ષણોમાં શોકમાં ફેરવાઈ ગઈ.
ઇઝ્રમ્એ કોહલીનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શેર કર્યું. પૂર્વ કેપ્ટને અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ અને ઘાયલોને શ્રદ્ધાંજલિ આપી. તેણે વચન આપ્યું કે ટીમ આગળ વધુ સાવધાની, આદર અને જવાબદારી સાથે પગલાં લેશે. કોહલીનું નિવેદન ટીમની RCB CARES પહેલનો એક ભાગ છે, જે હેઠળ ભીડ વ્યવસ્થાપનને સુધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પગલાં લેવામાં આવશે.
વિરાટ કોહલીએ કહ્યું, જીવન ક્યારેય તમને ૪ જૂને બનેલી આવી હૃદયદ્રાવક ઘટનાઓ માટે તૈયાર કરતું નથી. આ અમારી ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં સૌથી ખુશ ક્ષણ હોવી જાેઈએ, પરંતુ તે એક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. હું તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારો અને ઘાયલ થયેલા ચાહકો માટે પણ વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું. તમારું નુકસાન હવે અમારી કહાનીનો ભાગ છે. આપણે બધા સાથે મળીને આગળ વધીશું – સાવધાની, આદર અને જવાબદારી સાથે.
આ ઘટના પછી, જસ્ટિસ કુન્હા કમિશને તેના અહેવાલમાં કહ્યું હતું કે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મોટા જાહેર કાર્યક્રમો માટે યોગ્ય નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટેડિયમની “ડિઝાઇન અને માળખું” મોટી ભીડ માટે “અસુરક્ષિત” છે. કમિશને સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન જાહેર સલામતી માટે અસ્વીકાર્ય જાેખમ હશે. કમિશને ઇઝ્રમ્, ડ્ઢદ્ગછ એન્ટરટેઈનમેન્ટ અને દ્ભજીઝ્રછ ને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા હતા.




