આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે વિશ્વ આદિવાસી દિવસના અવસર પર દેશભરના સમગ્ર આદિવાસી સમાજના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લાં પંચોતેર વર્ષમાં આદિવાસી સમાજ સાથે સૌથી વધુ અન્યાય થયો છે. દેશમાં પંચોતેર વર્ષમાં પ્રગતિ થઈ, બાકીના તમામ સમાજના લોકોએ પ્રગતિ કરી. પરંતુ આદિવાસી સમાજ પાછળ રહી ગયો. કેમ? કારણ કે આદિવાસી સમાજને જાણી જોઈને પાછળ રાખવામાં આવ્યો. તેમના જેટલા સંસાધનો હતા, તેના પર ડાકુઓ જેવી લૂંટ ચલાવવામાં આવી. જળ, જંગલ અને જમીન એ આદિવાસી સમાજનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ આ અધિકારો સમાજ પાસેથી છીનવીને મોટી-મોટી કંપનીઓને આપી દેવામાં આવ્યા. કારણ કે આ પક્ષોના નેતાઓ ચોર હતા, તેમના નેતાઓ ભ્રષ્ટાચારી હતા.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી તમારા અધિકારો માટે લડી રહી છે. અને આના માટે કેટલીય વાર અમારા નેતાઓ જેલમાં ગયા. ચૈતર વસાવા તમારો દીકરો છે. ચૈતર વસાવા તમારો ભાઈ છે. ન જાણે કેટલીય વાર તે તમારા હક્કો અપાવવા માટે જેલમાં ગયા. પેસા (PESA) કાનૂન લઈને આવ્યા આ લોકો, પરંતુ પેસા કાનૂન લાગુ ન કર્યો. સમાજને પૂછ્યા વગર, ગ્રામ સભાને પૂછ્યા વગર આ બધા નિર્ણયો લીધા. આજે ચૈતર વસાવા જેલમાં છે કારણ કે તે તમારા માટે લડી રહ્યા છે. તે જલ્દી બહાર આવે, તેના માટે પ્રાર્થના.





