(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
અમને ભીખ આપો, અમારે પોલીસને લાંચ આપવાની છે. આવુ કહેનારા મા – દીકરા છે પંજાબના લુધિયાણામાં એક મહિલા અને તેનો દીકરો હાથમાં ડબ્બો અને પોસ્ટર લઇ ને રોડ પર ભીખ માંગતા હોય એવી તસવીરો વાઇરલ થઇ છે.
આ મા-દીકરાની જોડીએ પંજાબની પોલીસ સામે પોતાનો વિરોધ શરૂ કર્યો છે. તેમના હાથમાં પોસ્ટર પર મોટા અક્ષરો માં લખેલું છે: “અમને ભીખ આપો, અમારે પોલીસને લાંચ આપવાની છે “આ મહિલાનો આરોપ છે કે તેના પતિના મૃત્યુ પછી સસરાએ તેમની વસિયત પૌત્રના નામે કરી દીધી હતી. જોકે એ પછી સસરાનું પણ મૃત્યુ થઇ ગયું. જોકે એ પછી કેટલાક સગાસંબંધીઓએ દસ્તાવેજોમાં હેરફેર કરીને વારસામાં મળેલું મકાન કોઈકને વેચી નાખ્યું હતું. જ્યારે મા-દીકરાએ મળીને સગાસંબંધીઓનો વિરોધ કર્યો તો સંબંધીઓ દ્વારા તેમના પર હુમલો થયો.
મા-દીકરો આ હુમલાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયાં. પોલીસે ફરિયાદ સાંભળી લીધી પણ કોઇ ઠોસ કાર્યવાહી ન કરી. જ્યારે મહિલાએ વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા તો તેને કહેવામાં આવ્યું કે કાર્યવાહી માટે ખર્ચાપાણીના પૈસા આપવામાં આવે. પોલીસની આ માંગણી સામે મા-દીકરાએ વિરોધ શરૂ કર્યો હતો, જે તસવીરમાં દેખાઇ રહ્યા છે.




