(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
રાજસ્થાનના બાલોતરા પાસેના નેવાય ગામમાં એક ખેડૂતે બચતના પાંચ લાખ રૂપિયા રોકડા કોઈ ચોરી ન જાય એ માટે પ્લાસ્ટિકની એક થેલીમાં ભરીને એને ખેતરમાં દાટી દીધી હતી. ઘરમાં રાખે તો દીકરાઓની નજર પણ પૈસા પર પડે. એવું ન થાય એ માટે બચતને ઘરની બહાર જુના જમાના ની જેમ ખેતરમાં દાટી દેવાનું ખેડૂતને ઠીક લાગ્યું. જોકે એ પછી ખેડૂત ભૂલી ગયો કે ખેતરમાં ક્યાં એ દલ્લો દાટવામાં આવ્યો હતો. એક વર્ષ પછી વાવણીનું કામ કરવાનું હતું ત્યારે ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડાઈ રહ્યું હતું એ વખતે પ્લાસ્ટિકની આ થેલી જમીનમાંથી મળી આવી હતી. જોકે થેલી ખોલતા જ એમાંની 500 રૂપિયાની ચલણી નોટોની હાલત જોઈને ખેડૂતનું હૈયું ચિરાઈ ગયું. લગભગ તમામ ચલણી નોટો પર ઊધઈ લાગી ગઈ હતી. અને બધી જ નોટો સડીને અડધી ખવાઈ ગઈ હતી. હવે આવી નોટોનું શું કરવું?
ખેડૂત આ ફાટેલી નોટોને લઈને સ્થાનિક બેંકમાં ગયો. જોકે એકેય નોટ આખી ન હોવાથી તેને જયપુરમાં આવેલી ભારતીય રિઝર્વ બેંકની બ્રાન્ચમાં જવાની સલાહ આપવામાં આવી હતી. આમ ઘરના છોકરાઓ માંગશે ની બીક અને ચોરો ચોરી કરી જશે ની બીક થી ખેતરમાં દાટેલા રૂપિયા પાંચ લાખની રોકડ રકમ હાલ તો ઉધઈ ચટ કરી ગઈ છે. એટલે કહેવાય છે કે વનમાં ગયા તો વનમાં લાગી આગ..




