(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણના સનસનાટી ભર્યા નવા આક્ષેપથી ચકચાર મચી છે. ૧૯૭૦ ના બેચના ભૂતપૂર્વ IAS ઓફિસરે ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેમણે મંદિરને ભેટમાં આપેલી આશરે સવા ક્વિન્ટલ વજનની ૮૦૦ ગ્રામ સોનુ જડેલી અત્યંત કીમતી શ્રી રામચરિતમાનસ પોથી મંદિરમાંથી ગાયબ થઈ ગઈ છે. તેમણે પોતાની સ્વર્ગસ્થ માતાના દાગીના ઓગાળીને આ વિશેષ પોથી પર ગોલ્ડ પ્લેટિંગ કરાવી હતું. અને ૨૦૨૪ ની ૮ એપ્રિલે સ્થાનિક પોલીસની મદદથી એને સ્થાપિત કરી હતી. પરંતુ થોડા મહિના પછી એ અદ્રશ્ય થઈ ગઈ હતી.
ભૂતપૂર્વ ગૃહ સચિવે પોતાની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મામલે જ્યારે તેમણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય નો સંપર્ક કર્યો ત્યારે ચંપતરાય નું વલણ અત્યંત ઉપેક્ષા ભર્યું હતું. અને ચંપતરાયે કહ્યું હતું કે હું જેમ ધારીશ એમ જ થશે. એમ કહીને એસ.લક્ષ્મી નારાયણને ધુત્કારી કાઢ્યા હતા અને રસીદ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.
આ અંગે લક્ષ્મીનારાયણે ૫૦ જેટલા વોટ્સએપ મેસેજ અને ૧૨ પત્રો લખ્યા હોવા છતાં તેમને કોઈ સંતોષકારક જવાબ કે દાનની કાયદેસર રસીદ પણ મળ્યા નથી.





