બેઠકમાં લેવાયો મોટો ર્નિણય.રામ મંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાયની છુટ્ટી, બજરંગ બાગડા બન્યા નવા મહાસચિવ.ટ્રસ્ટે સર્વસમ્મતિથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગડાને નવા મહાસચિવ બનાવ્યા.રામ મંદિરમાં દાન ચોરીના ભારે હોબાળાની વચ્ચે સોમવારે, ૬ જુલાઈના રોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ ઐતિહાસિક ર્નિણય લેતા વર્તમાન મહાસચિવ ચંપત રાયના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ચંપત રાયની વિદાય સાથે જ ટ્રસ્ટે સર્વસમ્મતિથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગડાને રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવ્યા છે.
રામ મંદિર પરિસરમાંથી મળેલા ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, નવનિયુક્ત મહાસચિવ બજરંગ લાલ બાગડા હાલમાં અયોધ્યા રામ મંદિર પરિસર ક્ષેત્રમાં છે. જાે કે, તેઓ રણનીતિક અને પ્રશાસનિક કારણોથી ડાયરેક્ટ ટ્રસ્ટની આ બેઠકમાં ભાગ નથી લઈ રહ્યા. કહેવાય છે કે ઔપચારિક પ્રક્રિયાઓ બાદ તેઓ જલદી પોતાનો નવો કાર્યભાર સંભાળી લેશે.
બજરંગ બાગડા રાજસ્થાનના સીકર જિલ્લામાંથી આવે છે. તેમનું પ્રાથમિક શિક્ષણ સરકારી માધ્યમિક વિદ્યાલય, લોસલ (સીકર)માંથી (૧૯૬૧-૧૯૭૦ની વચ્ચે) થયું. બાગડાએ રાજસ્થાન બોર્ડમાંથી સ્ટેટ મેરિટ પ્રાપ્ત કર્યું છે. તેના દમ પર તેમણે નેશનલ મેરિટ સ્કોલરશિપ પણ પ્રાપ્ત કરી. પોતાના શાળાકીય દિવસોમાં તેઓ ફર્સ્ટ ક્લાસ સ્કાઉટ અને પેટ્રોલ લીડર પણ રહ્યા છે. શાળાકીય શિક્ષણ બાદ તેમણે જયપુરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમની ડિગ્રી પ્રાપ્ત કરી. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ્સ ઓફ ઇન્ડિયામાંથી સીએનો અભ્યાસ પૂરો કર્યો.
વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ હોવાના કારણે બજરંગ બાગડાનું કોર્પોરેટ ફાઇનાન્શિયલ કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમણે નવેમ્બર ૨૦૦૦થી લઈ ફેબ્રુઆરી ૨૦૦૭થી RITES LTD (રેલ ઇન્ડિયા ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ)ના ડાયરેક્ટર ઓફ ફાઇનાન્સ તરીકે પોતાની સેવાઓ આપેલી છે. ત્યાર બાદ તેમની સફર ભારત સરકારના ખાણ મંત્રાલય હેઠળ આવતા નવરત્ન સાર્વજનિક ઉપક્રમ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડમાં (NALCO) શરુ થઈ.
બીજી ઇનિંગ્સમાં બજરંગ બાગડાએ પોતાની ઊર્જા સમાજ સેવા અને ગ્રામિણ સશક્તિકરણમાં લગાવી દીધી. વર્ષ ૨૦૧૩થી ૨૦૨૧ સુધી તેમણે એકલ અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેમના નેતૃત્વમાં આ આંદોલન દેશના ૬૨,૦૦૦થી વધારે ગામડા સુધી પહોંચ્યું. આ અભિયાન અંતર્ગત લગભગ ૫૯,૦૦૦ સ્કૂલ ચલાવવામાં આવી. જેમાંથી લગભગ ૧.૬ મિલિયન (૧૬ લાખ) છાત્રોને શિક્ષણ, સ્વાસ્થ્ય દેખરેખ, કૌશલ વિકાસ અને ગ્રામિણ સશક્તિકરણનો સીધો લાભ મળ્યો.





