ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ હવે આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પહેલા હાઈબ્રિડ મોડલ માટે તૈયાર નહોતું. પરંતુ અહેવાલો અનુસાર હવે તે તૈયાર છે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ UAEમાં રમી શકે છે. પરંતુ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટુર્નામેન્ટની એક સેમી ફાઈનલ લાહોરમાં અને એક દુબઈમાં યોજાઈ શકે છે.
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ તાજેતરમાં હાઇબ્રિડ મોડલના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જે પણ થશે તે સન્માન સાથે થશે. નકવીએ સંકેત આપ્યો કે PCB હાઇબ્રિડ મોડલ તરફ આગળ વધી રહ્યું છે. જો અહેવાલોનું માનીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડલ માટે તૈયાર છે અને UAE બોર્ડ સાથે પણ વાતચીત કરી રહ્યું છે.
સેમી ફાઈનલ મેચ લાહોર અને દુબઈમાં યોજાઈ શકે છે
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે. હાઇબ્રિડ મોડલ સ્વીકારવાના બદલામાં PCBએ ICC સમક્ષ બે શરતો મૂકી છે. આમાંની એક શરતો ભંડોળ સંબંધિત છે. પીસીબીનું કહેવું છે કે તેને વધુ ફંડની જરૂર પડશે. આ સાથે ટીમ ઈન્ડિયાની મેચ દુબઈ, UAEમાં યોજાઈ શકે છે. આ સાથે ટુર્નામેન્ટની એક સેમી ફાઈનલ મેચ દુબઈમાં અને બીજી સેમી ફાઈનલ મેચ લાહોરમાં રમાઈ શકે છે.
PCBએ ICC સમક્ષ કઈ શરત મૂકી?
PCBએ ICC સમક્ષ મોટી શરત મૂકી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેમનું કહેવું છે કે 2031 સુધીમાં ભારતમાં યોજાનારી ICC ટૂર્નામેન્ટ પણ હાઇબ્રિડ મોડલ પર હોવી જોઈએ. પાકિસ્તાનની ટીમ પણ ભારત જઈને મેચ નહીં રમે. બીજી શરત ભંડોળની હતી. ICC પાકિસ્તાનને લગભગ 550 કરોડ રૂપિયા આપી ચૂક્યું છે. હવે વધુ ફંડની માંગણી કરી રહી છે.