આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. આ માટે ત્યાંના ઘણા સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ટુર્નામેન્ટની યજમાની કરવા માટે તૈયાર છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી તેને લીલી ઝંડી આપી નથી. ટીમ ઈન્ડિયા તેની મેચો માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. હવે સમાચાર આવ્યા છે કે BCCI પોતાની ટીમને ત્યાં મોકલવાનું નથી.
શું ભારત દુબઈમાં રમશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને જાણ કરી છે કે તે ભારતીય ટીમને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં મોકલે. બીસીસીઆઈએ તેની મેચ દુબઈમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, PCBના વડા મોહસિન નકવીએ BCCI સાથે કોઈપણ પ્રકારની ઔપચારિક વાતચીત કરવાનો ઈન્કાર કર્યો છે.