
મિઝોરમ ક્રિકેટ માટે મોટો ઝટકો.પેવેલિયન પરત ફરતી વખતે ક્રિકેટરનું હૃદયરોગના હુમલાથી નિધન થયું.પૂર્વ રણજી ક્રિકેટર કે. લાલરેમરૂઆટા બેટિંગ બાદ પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક પડી ગયો.ભારતીય ક્રિકેટ જગતમાં એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મિઝોરમના પૂર્વ રણજી ક્રિકેટર કે. લાલરેમરૂઆટાનું ગુરૂવારે મેદાન પર નિધન થઈ ગયું. સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેક આવવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી ન માત્ર મિઝોરમ પરંતુ ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ છે.
૩૮ વર્ષીય કે. લાલરેમરૂઆટા એક સ્થાનિક સેકેન્ડ ડિવિઝન ટૂર્નામેન્ટમાં વેંગનુઆઇ રેડર્સ ક્રિકેટ ક્લબ તરફથી રમી રહ્યો હતો. જાણકારી બાદ તે બેટિંગ કરી પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક તબીયત બગડી હતી. મેદાન પર તે પડી ગયો. ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શરૂઆતી જાણકારીમાં સામે આવ્યું કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.
કે. લાલરેમરૂઆટા મિઝોરમ ક્રિકેટમાં જાણીતું નામ હતું. તેમણે બે વખત રણજી ટ્રોફીમાં મિઝોરમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સિવાય તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સાત મેચ રમી ચૂક્યો છે.
ઘરેલું ક્રિકેટની સાથે તે સ્થાનિક ક્લબ તરફથી રમી રહ્યો હતો અને યુવાઓને પ્રેરણા આપી રહ્યો હતો. મિઝોરમ ક્રિકેટ સંઘ (MCA) એ તેમના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરી છે. સંઘે પોતાના નિવેદનમાં કહ્યુ કે આ મિઝોરમ ક્રિકેટ માટે અપૂર્ણીય ક્ષતિ છે. MCA એ કહ્યુ- અમે કે. લાલરેમરૂઆટાના પરિવાર પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. ઈશ્વર તેમને આ દુખ સહન કરવાની શક્તિ આપે. સંઘ અનુસાર લાલરેમરૂ આટા હંમેશા સમર્પિત ખેલાડી રહ્યો છે.
મિઝોરમના ખેલ અને યુવા સેવા મંત્રી લાલધિંગલોવા હમારે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મેચ દરમિયાન લાલરેમરૂઆટાને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી અને ત્યારબાદ તેઓ પડી ગયા. મંત્રીએ કહ્યુ- એક ક્રિકેટ મેચ દરમિયાન આ રીતે ખેલાડીને ગુમાવવો દુખદ છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને ક્રિકેટ સમુદાય સાથે છે.




