હિલા પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝન માટે ખેલાડીઓની હરાજી આજે થઈ રહી છે. બેંગલુરુમાં વિમેન્સ પ્રીમિયર લીગની ઉદઘાટન સીઝનની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સે 2.65 કરોડ રૂપિયામાં મીની હરાજીમાં પ્રવેશ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ પાંચ ખેલાડીઓના બાકીના સ્લોટ માટે પસંદગીના ખેલાડીઓ પર નજર રાખી રહી છે.
હરાજીમાં ખરીદેલા ખેલાડીઓ
- નાદીન ડી ક્લાર્ક (દક્ષિણ આફ્રિકા) 30 લાખ
- કમાલિની જી (ભારત) 1.60 કરોડ.
મુંબઈ ઈન્ડિયન્સ (MI) દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, અમનજોત કૌર, સાયકા ઈશાક, જીંતિમણી કલિતા, એસ સજના, સાયવર-બ્રન્ટ, હેલી મેથ્યુઝ, એમેલિયા કર, ક્લો ટ્રાયન, શબનમ ઈસ્માઈલ, કીર્થના બાલકૃષ્ણ.
વિમેન્સ પ્રીમિયર લીગની સફર
વર્ષ 2022માં શરૂ થયેલી આ લીગની શરૂઆતની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે સારું પ્રદર્શન કર્યું હતું. હરમનપ્રીત કૌરે ઓલરાઉન્ડરોથી સજ્જ ટીમનું નેતૃત્વ કર્યું હતું. 8 માંથી 6 મેચ જીતીને લીગ સ્ટેજ પૂરો કર્યો અને ફાઇનલમાં જગ્યા બનાવી. ફાઈનલમાં મુંબઈનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થયો હતો જ્યાં મુંબઈ જીત્યું હતું. મુંબઈ દિલ્હીને હરાવીને લીગની પ્રથમ ચેમ્પિયન બની હતી.
બીજી સિઝનમાં પણ ફ્રેન્ચાઇઝીએ કેપ્ટન હરમનપ્રીત કૌર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ટીમની કમાન તેને સોંપી હતી. બીજી સિઝનમાં પણ મુંબઈએ ખિતાબ માટે દાવો કર્યો હતો પરંતુ એલિમિનેટર મેચમાં આરસીબીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો અને સતત બીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. લીગ તબક્કામાં મુંબઈએ 8માંથી 5 મેચ જીતી હતી અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો હતો.