
ICC એ બાંગ્લાદેશની હવા કાઢી નાખી.બાંગ્લાદેશે હવે ભારતમાં જ રમવી પડશે તમામ મેચ.જાે તેઓ ભારતમાં T20 વર્લ્ડ કપની મેચો નહીં રમે, તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે : આઈસીસી.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (૨૧ જાન્યુઆરી) બાંગ્લાદેશની હરકતોથી પરેશાન થઈને તેને અલ્ટીમેટમ આપી દીધું છે.
જય શાહની અધ્યક્ષતાવાળી ક્રિકેટની આ સૌથી મોટી સંસ્થાએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સ્પષ્ટપણે કહી દીધું છે કે, જાે તેઓ ભારતમાં T20 વર્લ્ડ કપની મેચો નહીં રમે, તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે.
તેની જગ્યાએ અન્ય કોઈ ટીમનો સમાવેશ થઈ શકે છે. જાે બાંગ્લાદેશ ભારત નહીં જાય, તો ICCબોર્ડે તેને બદલવા માટે બુધવારે વોટિંગ કર્યું છે.ICC એ BCB બાંગ્લાદેશ સરકારને એમ કહેવા માટે જણાવ્યું છે કે, જાે બાંગ્લાદેશ ૨૦૨૬ T20 વર્લ્ડ કપમાં તેની મેચો રમવા માટે ભારત આવવાનો ઇનકાર કરે છે, તો ટૂર્નામેન્ટમાં તેની જગ્યાએ બીજી ટીમને સામેલ કરવામાં આવશે. આ ર્નિણય બાદ થયેલા મતદાનમાં ICC બોર્ડના મોટાભાગના સભ્યો રિપ્લેસમેન્ટના પક્ષમાં હતા. BCB ભારતમાં રમવા અંગેના તેના વલણ પર ICC ને જવાબ આપવા માટે વધુ એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. જાે બાંગ્લાદેશ પીછેહઠ નહીં કરે, તો વર્લ્ડ કપમાં ગ્રુપ-સીમાં બાંગ્લાદેશની જગ્યા સ્કોટલેન્ડને મળી શકે છે. સ્કોટલેન્ડ ૨૦૨૬ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શક્યું નહોતું કારણ કે તે યુરોપિયન ક્વોલિફાયરમાં નેધરલેન્ડ, ઇટાલી અને જર્સીથી પાછળ રહી ગયું હતું.
નોંધનીય છે કે, બાંગ્લાદેશ દ્વારા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે પોતાની ટીમ ભારત ન મોકલવાના ર્નિણયને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB))એ સમર્થન આપ્યું હતું. હવે બાંગ્લાદેશને ICC તરફથી મળેલા અલ્ટીમેટમ બાદ પાકિસ્તાનની મુશ્કેલીઓ પણ વધી શકે છે. જાે તે બાંગ્લાદેશી ટીમનું સમર્થન ચાલુ રાખશે, તો ICC તેને પણ બહાર કરવામાં અચકાશે નહીં. ઇએસપીએનક્રિકઇન્ફોના એક રિપોર્ટ અનુસાર,PCB એ ICCની ગવર્નિંગ બોડીને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે બાંગ્લાદેશના ભારતમાં ન રમવાના વલણને સમર્થન આપ્યું છે. જાે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશને સમર્થનમાં આ પત્ર ICC ના અંતિમ ર્નિણયના થોડા સમય પહેલા જ લખ્યો હતો, પરંતુ તેની ICC પર કોઈ અસર થઈ નથી.




