
અંતિમ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ મેચ ૧૮મી જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ મેચ ૧૮મી જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો ત્રીજાે અને અંતિમ મેચ ૧૮ જાન્યુઆરી, રવિવારના રોજ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચ ૪ વિકેટથી જીતી હતી. રાજકોટમાં બીજી મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ૭ વિકેટથી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રણ મેચની વનડે શ્રેણી હાલમાં ૧-૧થી બરાબર છે. જાે ભારત આ વનડે શ્રેણી જીતવા માંગે છે, તો તેણે કોઈપણ કિંમતે ઇન્દોર સ્ટેડિયમમાં જીત મેળવવી પડશે.
ન્યુઝીલેન્ડ સામે રવિવારે ૧૮ જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાનારી ત્રીજી વનડે મેચમાં ભારતને જાે જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરવી હોય, તો તેણે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક આપવી જ પડશે.
અર્શદીપ સિંહને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ ટીમમાં સામેલ કરી શકાય છે. જાે ડાબોડી ખતરનાક ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે, તો તે પોતાની કાતિલ બોલિંગથી ન્યુઝીલેન્ડ સામે કહેર મચાવી શકે છે.
પ્રસિદ્ધ કૃષ્ણાની વાત કરીએ તો, ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ બે વનડે મેચમાં તે માત્ર ૩ વિકેટ જ ઝડપી શક્યો છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ પણ ૫ થી વધુ રહ્યો છે. બીજી તરફ, અર્શદીપ સિંહને પ્રથમ બે વનડે મેચમાં બેન્ચ પર બેસવું પડ્યું હતું. અર્શદીપ સિંહ સતત ૧૪૦+ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવામાં માહિર છે અને તે ઘાતક યોર્કર ફેંકવા માટે પણ જાણીતો છે.
અર્શદીપ સિંહ પાસે અલગ-અલગ રીતે ‘વાઈડ યોર્કર’ અને ‘બ્લોક-હોલ’માં બોલિંગ કરવાની ક્ષમતા છે. અર્શદીપ સિંહે ભારત માટે અત્યાર સુધી ૧૪ વનડે અને ૭૨ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેણે વનડે મેચોમાં ૨૨ વિકેટ અને ટી૨૦ ઇન્ટરનેશનલ મેચોમાં ૧૧૦ વિકેટ ઝડપી છે. ત્રીજી વનડે મેચમાં અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયાનું સૌથી ઘાતક હથિયાર સાબિત થઈ શકે છે.




