
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી ટેસ્ટ શનિવારથી શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. બ્રિસ્બેનના ગાબામાં રમાઈ રહેલી મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માની બેટિંગ પોઝીશન ક્રિકેટ એક્સપર્ટ્સમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહી છે. જોકે એવું લાગતું નથી કે ભારતીય કેપ્ટન કોઈ ફેરફારની તૈયારી કરી રહ્યો છે.