ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ કહ્યું કે ત્રીજા દિવસની રમતના અંત સુધી વિરાટ કોહલીની વિકેટ કિવી ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. 35 વર્ષીય કોહલી પ્રથમ દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ તેણે બીજી ઈનિંગમાં 70 રન બનાવ્યા હતા અને સરફરાઝ ખાન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી.
ત્રીજા દિવસની રમત પૂરી થાય તે પહેલા કોહલી ગ્લેન ફિલિપ્સના બોલ પર વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો અને તેની શાનદાર ઇનિંગનો અંત આવ્યો. ભારતીય ટીમ ભલે પુનરાગમન કરવામાં સફળ રહી હોય પરંતુ તે હજુ પણ ન્યુઝીલેન્ડથી 125 રનથી પાછળ છે. રચિનનું માનવું છે કે કિવી ટીમ પાસે હજુ પણ જીતવાની સારી તક છે.
દિવસની રમત સમાપ્ત થયા બાદ રચિને કહ્યું, ‘કોહલીની વિકેટ ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે તે દિગ્ગજ ખેલાડી છે. સ્કોરબોર્ડ પર હજુ ઘણા રન બાકી છે. આપણે જાણીએ છીએ કે દુનિયામાં આવી ઘટનાઓ બને છે. આઉટ થતા પહેલા કોહલીએ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી હતી અને તે ટેસ્ટમાં નવ હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો હતો.
ન્યુઝીલેન્ડ માટે પ્રથમ દાવમાં રચિને શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય ધરતી પર ટેસ્ટમાં સદી ફટકારનાર તે 12 વર્ષમાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા રચિને 157 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 134 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના આધારે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 356 રનની જંગી લીડ મેળવી હતી.
રચિને કહ્યું, હું માત્ર ભાગીદારી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને સાઉદી સાથેની ભાગીદારીએ અમને મદદ કરી. ચિન્નાસ્વામીની પીચ ઘણી સારી છે. આ મેદાન પર રમવું ખૂબ જ આનંદદાયક છે. પ્રેક્ષકોમાં મારા પિતા અને પરિવાર હાજર હતા તે પણ અદ્ભુત હતું. બેંગ્લોર