
ભારતીય ટીમ સામે ઝેર ઓકનારા ખેલાડીનો સન્યાસ સાઉથ આફ્રિકાના ક્રિકેટર રાસી વાને નિવૃત્તિ જાહેર કરી ભારતીય ટીમ સામે ઝેર ઓકનારા ખેલાડીનો સન્યાસનો ર્નિણય, ઈન્ડિયાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી હોવાનો લગાવ્યો હતો આરોપ
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મળતી હોવાનો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને આરોપ લગાવ્યો હતો, આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. એવું માનવામાં આવે છે કે ૧૪૬ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા રાસીનો દક્ષિણ આફ્રિકાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવેશ ન કરાયો હોવાના કારણે તેણે આ ર્નિણય લીધો છે.
દક્ષિણ આફ્રિકાના ટોચના ક્રમના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ૨ એપ્રિલે, તેમણે સક્રિય ક્રિકેટમાંથી કાયમ માટે નિવૃત્તિની જાહેરાત કરી છે. આમ, તેની આઠ વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. રાસીને દક્ષિણ આફ્રિકાના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાંના એક માનવામાં આવે છે, તેણે ત્રણેય ફોર્મેટમાં ૧૪૬ મેચોમાં ૪૯૬૮ રન બનાવ્યા હતા. તે થોડા સમય માટે ટીમની બહાર હતો અને દક્ષિણ આફ્રિકાના તાજેતરમાં જારી કરાયેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ તેને બાકાત રાખવામાં આવ્યો છે.
૨ એપ્રિલે, રાસી વાન ડેર ડુસેને સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
વાન ડેર ડુસેને ૯ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ઝિમ્બાબ્વે સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. કારકિર્દી દરમિયાન રાસીએ ૫૭ T20I, ૭૧ ODI અને ૧૮ ટેસ્ટ મેચ રમી હતી.
રાસીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ૧૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ઓસ્ટ્રેલિયા સામે T20I હતી. તેણે ૨૦૨૩ના પુરુષ વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર સદી (૧૩૩ રન) ફટકારી હતી.
યુએઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમિયાન, રાસી વાન ડેર ડુસેને ટીમ ઈન્ડિયાનેu ICC તરફથી ખાસ ટ્રીટમેન્ટ મળતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, ત્યારે રાસીએ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે બધી ટીમો તેની મેચ અલગ અલગ શહેરો અને મેદાનમાં રમી રહી હતી ત્યારે ભારતની મેચો ફક્ત દુબઈમાં જ કેમ યોજાઈ રહી છે. રાસી વાન ડેર ડુસેને કહ્યું હતું કે ભારતને આપવામાં આવી રહેલી ખાસ ટ્રીટમેન્ટનું કારણ જાણવા માટે તમારે રોકેટ સાયન્ટિસ્ટ બનવાની જરૂર નથી.





