
યશસ્વીની ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે તોફાની ઇનિંગ્સ.યશસ્વી જયસ્વાલે સૈયદ મુશ્તાક ટ્રોફીમાં ફટકારી તોફાની સદી.જયસ્વાલે માત્ર ૫૦ બોલમાં ૧૦૧ રનની આક્રમક ઇનિંગ રમીને હરિયાણાના બોલરો પર શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હત.ભારતની T20 ટીમના ઓપનિંગ સ્લોટ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, યુવા બેટર યશસ્વી જયસ્વાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ((SMAT)માં વિસ્ફોટક પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.
૧૪મી ડિસેમ્બરના રોજ પુણેના ડીવાય પાટિલ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈએ હરિયાણા સામેના ૨૩૫ રનના વિશાળ લક્ષ્યને માત્ર ૧૭.૩ ઓવરમાં હાંસલ કરીને ઇતિહાસ રચ્યો હતો, જેમાં જયસ્વાલ હીરો બન્યો હતો.
યશસ્વી જયસ્વાલે માત્ર ૫૦ બોલમાં ૧૦૧ રનની આક્રમક ઇનિંગ રમીને હરિયાણાના બોલરો પર શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હતું. તેમની ઇનિંગ્સમાં ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગાનો સમાવેશ થતો હતો. મુંબઈનો આ રન ચેઝ SMAT ના ઇતિહાસમાં બીજાે સૌથી વધુ સફળ રન ચેઝ હતો.
યુવા બેટર યશસ્વી જયસ્વાલે અજિંક્ય રહાણે સાથેની શરૂઆતની ભાગીદારીમાં માત્ર ૧૯ બોલમાં ૫૩ રન જાેડ્યા હતા. ત્યારબાદ સરફરાઝ ખાન સાથે બીજી વિકેટ માટે ૩૭ બોલમાં ૮૮ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી, જેમાં સરફરાઝે પણ ૨૫ બોલમાં ૬૪ રન બનાવ્યા હતા.
જયસ્વાલની આ સદી એવા સમયે આવી છે જ્યારે ભારતીય T20 ટીમમાં ઓપનિંગ સ્લોટ અંગે સવાલો ઉઠી રહ્યા છે. ૨૦૨૫માં T20ટીમમાં પાછા ફર્યા બાદ શુભમન ગિલ સંઘર્ષ કરી રહ્યો છે, જેણે ૧૪ ઇનિંગ્સમાં માત્ર ૨૩.૯૦ની સરેરાશથી ૨૬૩ રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે, યશસ્વી જયસ્વાલ હાલમાં ભારતીય ટી૨૦ ટીમની બહાર છે. તેણે છેલ્લે ૨૦૨૪માં શ્રીલંકા સામે ટી૨૦ મેચ રમી હતી. જાેકે તે ૨૦૨૪માં ભારતની ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તેણે તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની પ્રથમ SMAT સદી ફટકારી હતી. તેમણે અણનમ ૧૧૬ (૧૨૧ બોલ) રન બનાવીને ભારતને ૩૯.૫ ઓવરમાં ૨૭૧ રનના લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.




