
ઈન્ડિગોની ફ્લાઇટ રદ્દ થતાં હજારો મુસાફરો અટવાયા.અમદાવાદ-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે.દેશભરમાં ઈન્ડિગો એરલાયન્સ એક નવા સંકટનો સામનો કરી રહી છે. ઈન્ડિગોની હજારો ફ્લાઈટ રદ્દ થઈ છે.દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાયન્સ ઈન્ડિગોમાં સમસ્યા આવવાને કારણે છેલ્લા ચાર-પાંચ દિવસમાં હજારો ફ્લાઇટ રદ્દ થઈ છે. દેશના અનેક શહેરોમાં અચાનક ફ્લાઇટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે રેલવે મુસાફરોની મદદ માટે આવ્યું છે.
ઈન્ડિગોની વિમાન સેવામાં ઉભી થયેલી મુશ્કેલીને કારણે હજારો મુસાફરો અટવાયા છે. જે લોકોની ટિકિટ બુક હતી અને અચાનક ફ્લાઇટ કેન્સલ થવાને કારણે હેરાન થવાનો વારો આવ્યો છે. આ વચ્ચે મુસાફરોની મદદે પશ્ચિમ રેલવે આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતીથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. જે લોકોની ફ્લાઇટ રદ્દ થઈ છે તે ટ્રેનની ટિકિટ બુક કરાવી પોતાની યાત્રા કરી શકે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન ઓન ડિમાન્ડ ચલાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સ્શેયિલ ટ્રેન નંબર ૦૯૪૯૭/૦૯૪૯૮ સાબરમતીથી દિલ્હી જંક્શન વચ્ચે દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નં. ૦૯૪૯૭ સાબરમતી-દિલ્હી સ્પેશિયલ ૭ અને ૯ ડિસેમ્બરના રોજ સાબરમતીથી ૨૨:૫૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૫:૧૫ વાગ્યે દિલ્હી પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૪૯૮ દિલ્હી- સાબરમતી સ્પેશિયલ ૮ અને ૧૦ ડિસેમ્બરના રોજ દિલ્હી જંક્શનથી ૨૧:૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૨:૨૦ વાગ્યે સાબરમતી પહોંચશે.
રસ્તામાં, બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંક્શન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૩-ટાયર ક્લાસ કોચ હશે.
આ ટ્રેન કુલ ૯૨૫ કિમીનું અંતર કવર કરે છે, જેમાં મુસાફરી સમય અંદાજે ૧૬.૨૦ કલાક (સાબરમતી–દિલ્લી) અને ૧૫.૨૦ કલાક (દિલ્લી–સાબરમતી) છે. આ વ્યવસ્થા ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિમાં મુસાફરોને સમયસર કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.




