International News: પાકિસ્તાનના મુલતાનમાં એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. મંગળવારે વહેલી સવારે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં નવ લોકોના મોત થયા હતા. ઘટના વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.
ઓવરલોડ થતાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી
વરિષ્ઠ સરકારી અધિકારી રિઝવાન કાદિરે જણાવ્યું હતું કે પૂર્વી પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં મંગળવારે વહેલી સવારે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. ઈમારતનો કાટમાળ નજીકના મકાનો પર પણ પડયો હતો, જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હતા.
જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા
અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા જૂન 2020માં કરાચીમાં પણ આવો જ એક અકસ્માત જોવા મળ્યો હતો. એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધરાશાયી થતાં 22 લોકોનાં મોત થયાં હતાં.