
માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ટીપુ સુલતાનનો ફોટો હટાવાયો માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું
મહારાષ્ટ્રના માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીરને લઈને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું. આ વાત બહાર આવતા જ શહેરના અનેક સંગઠનો અને નેતાઓએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. વધતા દબાણ અને તણાવને જાેતા આખરે તંત્રએ પીછેહઠ કરવી પડી હતી અને તસવીર હટાવી દેવામાં આવી હતી.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, શિવસેના સહિત અનેક હિન્દુત્વવાદી સંગઠનો અને કેટલાક કોર્પોરેટરોએ આ ર્નિણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સંગઠનોનો દાવો હતો કે, સરકારી કચેરીમાં આવી તસવીર લગાવવી યોગ્ય નથી. વિરોધ એટલો વધ્યો કે, મામલો વણસવાની આશંકા ઉભી થઈ હતી. પરિસ્થિતિ બગડે નહીં તે માટે મ્યુનિસિપલ સેક્રેટરીએ ફોટો હટાવવાનો આદેશ આપ્યો હતો. તંત્રનું કહેવું છે કે, વિવાદ ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જાેકે, તસવીર હટાવ્યા બાદ પણ આ મામલો શાંત પડ્યો નથી. આ દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ માલેગાંવના મેયર નસરીન શેખને ટીપુ સુલતાનનો ફોટો ગિફ્ટ કરતા જાેવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તસવીર ભેટમાં આપ્યા બાદ હવે નવા વિવાદની ચર્ચાઓ શરૂ થઈ છે. ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવવા છતાં સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચાઓ જારી છે. હિન્દુત્વવાદી સંગઠનોના સમર્થકો મેયરના આ પગલા પર સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તેને રાજકીય મુદ્દો બનાવીને વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. હાલ શહેરમાં સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમે માલેગાંવના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય નિવેદનબાજી જાેવા મળી શકે છે.




