અમેરિકામાં મશીન લર્નિંગ પ્રાઈઝિંગ સિસ્ટમ લાગુ AI મેકડોનાલ્ડ્સના બર્ગરના ભાવ નક્કી કરે છે: દરેક આઉટલેટ માટે અલગ રેટ પ્રાઈઝિંગ એન્જિન ૧૪,૦૦૦ આઉટલેટ્સના ડેટાનું વિશ્લેષણ કરે છે : દર ૨ માઈલે બર્ગરનો ભાવ જુદો એઆઈની એન્ટ્રી હવે રેસ્ટોરાં બિઝનેસમાં થઈ ગઈ છે. મેકડોનાલ્ડ્સે એઆઈ અને મશીન લર્નિંગ પ્રાઈઝિંગ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યાે છે. અમેરિકામાં મેકડોનાલ્ડ્સનું ફેમસ બિગ મેક કેટલા ડોલરમાં મળશે તે એઆઈ નક્કી કરી રહ્યું છે.રિપોર્ટ મુજબ, કંપનીની પ્રાઈઝિંગ સિસ્ટમ દરેક રેસ્ટોરાં માટે અલગ ઓપ્ટીમલ પ્રાઈઝ સૂચવે છે. તેમાં જે તે વિસ્તારના કસ્ટમર્સ કેટલો ભાવ ચૂકવવા તૈયાર હોઈ શકે છે અને નજીકની રેસ્ટોરાંમાં શું ભાવે બર્ગર અને અન્ય ફૂડ આઈટ્સમ વેચાય છે જેવા પરિબળોનો ઉપયોગ થાય છે. કંપનીનું મશની લર્નિંગ પોતાની ૧૪,૦૦૦ આઉટલેટ્સના ડેટાનું વિશ્લેષણ કરે છે. આ સાથે જ નજીકના વેન્ડીઝ અને બર્ગર કિંગની પ્રાઈઝિંગને પણ મહત્ત્વ આપવામાં આવે છે.મેકડોનાલ્ડ્સની મોબાઈલ એપ પર કેલિફોર્નિયાના ળેસ્નોની રેસ્ટોરાંમાં બિગ મેકનો ભાવ ૫.૬૯ ડોલર હતો. જ્યારે, બે માઈલ દૂર બીજા આઉટલેટમાં ભાવ ૬.૮૯ ડોલર જાેવા મળ્યો હતો. બંને વચ્ચે ૨૧ ટકા ફરક હતો.આ તફાવત કંપનીના પ્રાઈઝિંગ એન્જનને કારણે જ થયો હતો. કંપનીએ તાજેતરમાં રોકાણકારોને જણાવ્યું હતું કે, તેઓ પ્રાઈઝિંગ માટે જેન એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.




