
વધુ એક ભારતીય જહાજ જલવીર પર હુમલો સેટેબેલો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીયોના જીવ ગયા સેટેબેલો નામના જહાજ પર હુમલો થયો હતો જેના પર ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા જેમાંથી ૨૧ને બચાવાયા અમેરિકા અને ઈરાન બંને એક બીજાના ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે એવી આશા હવે ઠગારી નીવડી રહી છે. અત્યંત મહત્વનો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિતિ પાછી ભયાનક બની રહી છે. આ બધા વચ્ચે ઓમાનના કાંઠા પાસે વધુ એક ભારતીય જહાજ MT જલવીર પર હુમલો થયાના સમાચાર આવ્યા છે. આ જહાજ પર ૨૦થી વધુ નાવિકો સવાર છે. અત્રે જણાવવાનું કે તે પહેલા MT સેટેબેલો નામના જહાજ પર હુમલો થયો હતો જેના પર ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા જેમાંથી ૨૧ને બચાવી લેવાયા પરંતુ ૩ લોકોના જીવ ગયા.
પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ જહાજના ફનલ અને એન્જિન રૂમમાં આગ લાગી છે. જેનાથી જહાજને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે. જહાજ પર ભારતીય નાવિકો હાજર છે. જાે કે ભારતીય ક્રુ સભ્યોની સંખ્યા કે તેમની સુરક્ષા વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી નથી. સમુદ્રી સુરક્ષા એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
અધિકારીઓ તરફથી જારી નિવેદનમાં કહેવાયું છે કે તેમને આજે શિનાસ બંદર પાસે એક વેસલ સંબંધિત ઘટનાની જાણકારી મળી છે. મામલાની ગંભીરતા જાેતા સ્થિતિની સતત નિગરાણી થઈ રહી છે. નિવેદન મુજબ ઘટના વિશે વિસ્તૃત જાણકારી મેળવવા માટે સ્થાનિક પ્રશાસન અને સંબંધિત અધિકારીઓ સાથે સમન્વય કરવામાં આવી રહ્યો છે. હાલ ઘટનાઓના કારણો અને સંભવિત પ્રભાવો વિશે કોઈ અધિકૃત જાણકારી શેર કરાઈ નથી. આ મામલાની જાણકારી ઓમાનમાં ભારતીય એમ્બેસી તરફથી આપવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે ઓમાનના કાંઠા પાસે બુધવારે પણ એક કોમર્શિયલ જહાજ પર હમલાની વાત સામે આવી હતી. આ જહાજ પર કુલ ૨૮ લોકો સવાર હતા. જેમાંથી ૨૪ ભારતીયો હતા. દુખદ વાત એ છે કે આ હુમલામાં ૩ ભારતીય નાવિકો જે પહેલા ગૂમ હોવાનું કહેવાયું હતું ત્યારબાદ તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. ૨૧ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા. આ ઘટના ૧૦ જૂનની છે. ભારતે આ હુમલાની આકરી ટીકા પણ કરી.
જે જહાજ પર હુમલો થયો હતો તેનું નામ સ્ સેટેબેલો હતું. રોયટર્સે બ્રિટિશ મેરીટાઈમ સિક્યુરિટી ગ્રુપ એમ્બ્રેના હવાલે લખ્યું કે આ કદાચ ઈરાની બંદરોની ઘેરાબંધી કરવા માટે અમેરિકી ઓપરેશનનું પરિણામ હતું. પહેલા પણ ક્રૂને ચેતવણી આપવામાં આવેલી છે કે હુમલાની સ્થિતિમાં જહાજના પાછલા ભાગની જગ્યાએ આગલા ભાગે (બો) પર ભેગા થાય.
રિપોર્ટ્સ મુજબ MT જલવીર પર થયેલા હુમલા પહેલા ઓમાનમાં જ સમુદ્રી તટો પર છેલ્લા બે દિવસથી હુમલા થઈ રહ્યા છે. આ સતત ત્રીજા શીપ પર હુમલો છે. ભારતે બુધવારે MT સેટેબેલો પર થયેલા હુમલાની ખુબ ટીકા કરી હતી. ભારતે આ મામલે અમેરિકી પ્રભારી રાજદૂત જેસન મીક્સને વિદેશ મંત્રાલય બોલાવીને સત્તાવાર રીતે વિરોધ નોંધાયો હતો.





