
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું.ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું.ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ઈરાનને તે જરૂરી રસ્તો ખોલવાની અપીલ કરી, જેને ઈરાને રોકી રાખ્યો છે.અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ત્રણ સપ્તાહ પૂરા થઈ ગયા છે. તેવામાં અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ચેતવણી આપતા કહ્યું કે ૪૮ કલાકની અંદર હોર્મુઝ જલડમરૂમધ્ય ન ખોલ્યું તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ પર હુમલો કરી તબાહ કરી દેશે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે તેની શરૂઆત સૌથી મોટા પાવર પ્લાન્ટથી કરશે.
ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ઈરાનને તે જરૂરી રસ્તો ખોલવાની અપીલ કરી, જેને ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા અને તેના જવાબમાં ઈરાનના જવાબી હુમલાની શરૂઆત બાદ ઈરાની સેનાએ સંપૂર્ણ રોકી રાખ્યો છે. ટ્રમ્પે પોસ્ટમાં કહ્યું કે જાે ઈરાન ૪૮ કલાકની અંદર જાે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ખોલશે નહીં તો અમેરિકા તેના અલગ-અલગ પાવર પ્લાન્ટ પર હુમલો કરી તેને તબાહ કરી દેશે. તેની શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી થશે.
ટ્રમ્પનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજરાનીને ધમકાવવાને કારણે તેલની કિંમતો આસમાને પહોંચી રહી છે.
રિપબ્લિકન રાષ્ટ્રપતિએ શુક્રવારે સંકેત આપ્યો કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને સ્થિર કર્યા વગર પણ ચાલી રહેલા આ સંઘર્ષથી પીછેહડ કરી શકે છે. આ તે જળમાર્ગ છે જેનાથી દુનિયાનો લગભગ પાંચમાં હિસ્સાની તેલ સપ્લાય થાય છે.
હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અને સર્વેલાન્સ જરૂર પડવા પર તે બીજા દેશોએ કરવી પડશે જે તેનો ઉપયોગ કરે છે, અમેરિકા નહીં. આ વચ્ચે ટ્રમ્પ સરકારે તાજેતરમાં જાહેરાત કરી કે તે ઈરાની તેલ પર લાગેલા પ્રતિબંધોને અસ્થાયી રૂપથી હટાવી રહ્યાં છે. આ તે તેલ પર લાગૂ થશે જે શુક્રવાર સુધી જહાજાેમાં ભરાઈ ગયું છે.
ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ઠ પર પોસ્ટ કરી કે આ છૂટથી વૈશ્વિક બજારોમાં લગભગ ૧૪૦ મિલિયન બેરલ તેલ આવશે અને ઉર્જા સપ્લાય પર પડી રહેલા દબાવ ઘટાડવામાં મદદ મળશે. આ ધમકી એવા સમયમાં આવી જ્યારે સંઘર્ષ એક નવા વળાંક પર પહોંચી ગયો હતો.




