બ્રિટનથી ભારતીયોનો વધ્યો વિદાયનો ટ્રેન્ડ એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, ચીન બીજા ક્રમે વિદ્યાર્થી અને વર્ક વિઝાધારકોના પરત ફરવાના આંકડા વધ્યા, કડક ઇમિગ્રેશન નીતિ અને બદલાતા સંજાેગો ચર્ચામાં યુકેના છેલ્લા માઇગ્રેશન ડેટા મુજબ વિઝાધારકોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કરોમાં દેશ છોડવાનું પ્રમાણ વધારે છે. જાે કે તેમા અગાઉના આંકડાથી ઘટાડા તરફી વલણ જાેવા મળે છે. યુકે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના આંકડા મુજબ સ્ટુડન્ટ વિઝા પરના લગભગ ૫૫,૦૦૦ ભારતીયો અને વર્ક વિઝા પરના ૨૮,૦૦૦ ભારતીયોએએ જૂન ૨૦૨૬ સુધીમાં યુકે છોડયું હતું. આ ઉપરાંત અન્ય વિઝા કેટેગરીમાં આવતા બીજા બે હજાર ભારતીયોએ પણ યુકે છોડયું હતું.આમ કુલ ૮૫ હજાર ભારતીયોએ યુકે છોડયુ હતુ અને તેના પછી ૫૧,૦૦૦ની સંખ્યા સાથે ચાઇનીઝ બીજા ક્રમે આવે છે. ઇમિગ્રેટિંગ કરનારાઓમાં નોન-ઇયુ રાષ્ટ્રીયતામાં ભારતીયોનું પ્રમાણ સૌથી વધારે છે. આમ એજન્સીનું તારણ છે કે જુન ૨૦૨૬ના અંતે નેટ ઇમિગ્રેશન ૭૭,૦૦૦નું હતું. આ આંકડો યુકેમાં ઇમિગ્રેશનથી જતા અને આવનારા વચ્ચેનો ફરક બતાવે છે. આ ટ્રેન્ડ નવેમ્બર ૨૦૨૫થી જાેવા મળ્યો છે. તે મુખ્યત્વે નોન યુરોપીયન દેશો ભારત,ચીન, નાઇજીરિયા અને પાકિસ્તાનમાં વધારે છે. જાે કે આજે પણ યુકેના ઇમિગ્રેશનમાં ભારતીયો ૭૭,૦૦૦ સ્ટુડન્ટ વિઝા સાથે સૌથી ટોપ પર છે અને બીજા ૪૦,૦૦૦ વર્ક વિઝા માટે આવે છે. ઓએનએસના માઇગ્રેશનને આવરી લેતા આંકડા મુજબ યુકે હોમ ઓફિસે ગેરકાયદે માઇગ્રેશન અને આશ્રયના દાવાને લગતા આંકડા જાહેર કર્યા હતા.આ આંકડા દર્શાવે છે કે યુકેમાં ૩૧ હજાર જેટલા લોકો ગેરકાયદે પ્રવેશતા પકડાયા હતા. તેઓ ઈંગ્લિશ ચેનલ બોટ પાર કરીને આવતા પકડાયા હતા અને ઈંગ્લિશ ચેનલ પાર કરીને આવેલા કુલ ૮૬ ટકા લોકોની ધરપકડ થઈ ચૂકી છે. સરકાર માઇગ્રેશનને ૭૭,૦૦૦ સુધી લાવી તે અગાઉની સરકારની ટોચ કરતાં ૯૨ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ વર્તમાન સરકારની સફળતા છે. આ કંઇ અચાનક અકસ્માતે બન્યું નથી, પણ સરકારે લીધેલા પગલાંના લીધે બન્યું છે. ચોખ્ખા માઇગ્રેશનમાં ઘટાડો કરવો તે બ્રિટિશ સરકારની ટોચની પ્રાથમિકતા છે. છેલ્લા આંકડા દર્શાવે છે કે ઇમિગ્રેશન ૮.૯૩ લાખથી ઘટીને ૭.૩૮ લાખ પર ઉતરી આવ્યુ છે.




