
યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણ દુનિયા એક બેરલ ઓઈલના ૨૦૦ ડૉલર ચૂકવવા તૈયાર રહે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તે અહીંથી ઓઈલ પસાર થવા દેશે નહીં ઈરાનના સૈન્ય કમાન્ડરે ૧૧ માર્ચના રોજ દુનિયાને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જાે ખાડી વિસ્તારમાં અશાંતિ ચાલુ રહેશે તો ઓઈલના ભાવ ઇં૨૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈઝરાયલના જાેરદાર હુમલા વચ્ચે ઈરાન વળતો પ્રહાર કરીને દુનિયાભરમાં ઓઈલ સપ્લાય ખોરવી નાંખવાની ક્ષમતા ધરાવે છે. દુનિયાના કુલ ઓઈલ સપ્લાયનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલ બંધ જેવી સ્થિતિમાં છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તે અહીંથી ઓઈલ પસાર થવા દેશે નહીં.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અહીં કુલ ૧૪ મર્ચન્ટ શિપ પર હુમલા થયા છે. હાલમાં જ અહીં થાઈલેન્ડ, જાપાન અને માર્શલ આઈલેન્ડ્સના જહાજાેને નુકસાન થયું છે. બેંકોને જણાવ્યું છે કે, જે લોકો અમેરિકા કે ઈઝરાયલ સાથે વેપાર કરે છે તેના પર હુમલા થઈ શકે છે. આ માટે અમે સૌને ચેતવણી આપીએ છીએ.
અમેરિકન અને ઈઝરાયલ દ્વારા છેલ્લા બે સપ્તાહથી ઈરાન પર સતત એર સ્ટ્રાઈક ચાલુ છે. ઈરાને પણ તેના જવાબમાં ઈઝરાયલ અને બહેરીનમાં અમેરિકન નેવલ હેડક્વાર્ટર પર મિસાઈલ ઝીંકી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧,૩૦૦ થી વધુ ઈરાની નાગરિકો અને સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.
અહેવાલો મુજબ, ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર અને ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈ પણ એક એરસ્ટ્રાઈકમાં સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ જ હુમલામાં તેમના પરિવારના અન્ય સભ્યોના મોત થયા હોવાનું મનાય છે.
જાે કે અત્યારે ઓઈલ માર્કેટમાં પ્રતિ બેરલનો ભાવ ૮૫થી ૯૨ ડૉલર છે કારણ કે, રોકાણકારોને આશા છે કે ટ્રમ્પ ઝડપથી આ યુદ્ધ ખતમ થયાની જાહેરાત કરશે. જાે કે, યુદ્ધ લાંબુ ચાલ્યું તો ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ તેના ઈમરજન્સી રિઝર્વમાંથી ૪૦૦ મિલિયન બેરલ ઓઈલ રિલીઝ કરવાની તૈયારી રાખવી પડશે.
બીજી તરફ, ઈઝરાયલના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે, અમારો હેતુ પૂરો નહીં થાય, ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. તો ઈરાને પણ કોઈ જ પ્રકારની બાંધછોડ કરવાનો ઈનકાર કર્યો છે.




