કરણ-તેજસ્વીના લગ્નની ચર્ચાએ ફેન્સમાં વધાર્યાે ઉત્સાહ ‘દેશી બ્લિંગ ૨’માં લગ્ન કરશે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ? સોશિયલ મીડિયા પર લગ્નની ચર્ચા તેજ, નેટફ્લિક્સ શોમાં લગ્નનું આયોજન હોવાનો વાયરલ પોસ્ટમાં દાવો ટીવીના મોસ્ટ પાવરફુલ કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નની ચર્ચા, ફેન્સમાં ઉત્સાહ . કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવી ટાઉનના મોસ્ટ પાવરફુલ અને લવેબલ કપલ છે. બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી અને પ્રેમભર્યાે બોન્ડ ફેન્સનું દિલ જીતી લે છે. કરણ અને તેજસ્વી છેલ્લા કેટલાક વર્ષાેથી લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યા છે.કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવી ટાઉનના મોસ્ટ પાવરફુલ અને લવેબલ કપલ છે. બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી અને પ્રેમભર્યાે બોન્ડ ફેન્સનું દિલ જીતી લે છે. કરણ અને તેજસ્વી છેલ્લા કેટલાક વર્ષાેથી લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યા છે. ઘણા વર્ષાેના સંબંધ પછી કપલે નેટફ્લિક્સના ‘દેશી બ્લિંગ’ શોમાં સગાઈ કરીને ફેન્સને ખુશ કરી દીધા હતા. હવે એવી ચર્ચા છે કે, કરણ અને તેજસ્વી જલદી જ લગ્નના બંધનમાં બંધાવાના છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં બંનેના લગ્નને લઈને દાવો કરવામાં આવ્યો છેમળતી માહિતી અનુસાર, કરણ અને તેજસ્વી ‘દેશી બ્લિંગ’ શોના બીજા સિઝનમાં લગ્ન કરીને હંમેશા માટે બેથી એક થઈ જશે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે – બિગ બોસ વિનર તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા નેટફ્લિક્સના શો ‘દેશી બ્લિંગ’માં લગ્ન કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાના લગ્ન નેટફ્લિક્સના આ શોમાં સ્ટ્રીમ કરવામાં આવશે. જાેકે, લગ્નની આ વાયરલ રિપોર્ટ્સ પર કરણ અને તેજસ્વીએ અત્યાર સુધી કોઈ રિએક્શન આપ્યું નથી. જાે તેઓ આ સમાચારને કન્ફર્મ કરે છે તો તેમના ફેન્સ માટે આ ખૂબ જ ખુશીની વાત હશેકરણ અને તેજસ્વીના સંબંધની વાત કરીએ તો તેમના પ્રેમની શરૂઆત બિગ બોસમાં શરૂ થઈ હતી. શોમાં જ બંનેની નિકટતાઓ વધી હતી અને પછી ધીમે-ધીમે લગ્ન કરવા સુધી પહોંચ્યો હતો. શો પછી બંનેનો સંબંધ હજુ પણ વધારે ગાઢ થઈ ગયો છે. વર્ષાે પછી પણ કરણ અને તેજસ્વીનો સંબંધ અતૂટ છે. ફેન્સને હવે તેમના લગ્નની ખૂબ પ્રતીક્ષા થઈ રહી છે.




