International News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંગળવારે અજાણ્યા સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા ફરજ પરના બે પોલીસકર્મીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના પેશાવર જિલ્લાના મિચની પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં બની હતી.
મુખ્ય પ્રધાન કેપીકે અલી અમીન ગાંડાપુરે આતંકવાદીઓ દ્વારા પોલીસકર્મીઓની હત્યાની નિંદા કરી છે અને પોલીસ વડા પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકવાદી પાકિસ્તાની તાલિબાન જૂથનો ભૂતપૂર્વ ગઢ છે, જેને TTP તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો કે હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી
સામાન્ય રીતે સુરક્ષા કર્મચારીઓ અને ખાસ કરીને પોલીસની લક્ષિત હત્યા પ્રાંતમાં રોજીંદી ઘટના બની ગઈ છે. પોલીસકર્મીઓની લક્ષ્યાંકિત હત્યાઓમાં વધારો એ પ્રાંતના અશાંત ભાગો, ખાસ કરીને દક્ષિણ પ્રદેશમાં આતંકવાદીઓના પુનઃસંગઠિત થવાનો સંકેત આપે છે.