
પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત સંબંધો પર પ્રતિબંધ યથાવત: રમત મંત્રાલય બહુપક્ષીય ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનના ખેલાડીઓને ભારતમાં પ્રવેશ મળશે ભારત આગામી ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે ભારત સરકારના રમતગમત મંત્રાલયે બુધવારે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમતગમત સંબંધો પર ગયા વર્ષે લાદવામાં આવેલો સંપૂર્ણ પ્રતિબંધ યથાવત રહેશે. જાેકે આંતરરાષ્ટ્રીય સ્તરની બહુરાષ્ટ્રીય રમતગમતની ઇવેન્ટ માટે પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવતા અટકાવવામાં આવશે નહીં.મંત્રાલયે ભારતને “રમતગમત માટેના પસંદગીના સ્થળ” તરીકે સ્થાપિત કરવા માટે ખેલાડીઓ, ટીમના અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને આંતરરાષ્ટ્રીય રમત સંસ્થાઓના હોદ્દેદારો માટે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યાે હતો.તમામ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (દ્ગજીહ્લજ), ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જારી કરાયેલા પરિપત્રમાં મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે “જ્યાં સુધી એકબીજાના દેશમાં દ્વિપક્ષીય રમતગમતના આયોજનનો સવાલ છે ત્યાં સુધી કોઇ પણ રમતની ભારતીય ટીમ પાકિસ્તાનમાં કોઈ સ્પર્ધામાં ભાગ લેશે નહીં. તેવી જ રીતે અમે પાકિસ્તાની ટીમોને પણ ભારતમાં રમવાની મંજૂરી આપીશું નહીં.”જાેકે વર્લ્ડ કપ કે એશિયા કપ અથવા તો એશિયન ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય અને બહુપક્ષીય ઇવેન્ટના કિસ્સામાં ભારત આંતરરાષ્ટ્રીય રમત સંસ્થાઓના નિયમો અને પોતાના ખેલાડીઓના હિતને ધ્યાનમાં રાખીને ર્નિણય લેશે. આ અંતર્ગત ભારતીય ટીમો અને વ્યક્તિગત ખેલાડીઓ એવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેશે જેમાં પાકિસ્તાની ટીમ પણ સામેલ હોય. તેવી જ રીતે ભારત દ્વારા આયોજિત આવી મલ્ટિ-નેશનલ ઇવેન્ટ્સમાં પાકિસ્તાની ખેલાડીઓ ભાગ લઈ શકશે.આ નીતિ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેર કરવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ થોડા જ મહિનાઓમાં યુનાઇટેડ આરબ અમિરાતમાં આયોજિત એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતની સહભાગિતા અંગે ભારે હોબાળો થયો હતો. તે સમયે મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે જાે યજમાન દેશ પાકિસ્તાન ન હોય તો ભારત મલ્ટિ નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અવરોધ ઊભો કરશે નહીં.ભારત આગામી ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. આ નીતિ સ્પષ્ટ કરે છે કે ભારત ઓલિમ્પિક ચાર્ટર અને તેની સર્વસમાવેશકતાના સિદ્ધાંતોનું પાલન કરશે જેથી વૈશ્વિક કાર્યક્રમોના યજમાન તરીકે પોતાની છબી મજબૂત કરી શકાય. આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજન માટે ભારતને આકર્ષણ બનાવવા મંત્રાલયે કેટલાક પગલાં લીધા છે જેમાં ખેલાડીઓ અને અધિકારીઓ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓના હોદ્દેદારોને તેમના સત્તાવાર કાર્યકાળ માટે મહત્તમ પાંચ વર્ષ સુધી મલ્ટિ-એન્ટ્રી વિઝા પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવશે.





