NEET PG 2024: નેશનલ મેડિકલ કમિશન (NMC) એ નેશનલ કમ એન્ટ્રન્સ ટેસ્ટ – પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET-PG) માટે નોટિસ જારી કરીને જણાવ્યું છે કે પરીક્ષા 23 જૂને લેવામાં આવશે. જે બાદ 15 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે અને કાઉન્સેલિંગ પ્રક્રિયા 5 ઓગસ્ટથી 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
શૈક્ષણિક સત્ર 16 સપ્ટેમ્બરથી શરૂ થશે અને આ સત્રમાં જોડાવા માટેની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર, 2024 રહેશે
આ સાથે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, NEET PG-2024 માટે પાત્ર બનવા માટે ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની કટઓફ તારીખ 15 ઓગસ્ટ 2024 છે. તમને જણાવી દઈએ કે, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (PGMEB), મેડિકલ કાઉન્સેલિંગ કમિટી અને નેશનલ મેડિકલ કમિશન, ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સાયન્સ અને નેશન બોર્ડ ઑફ એક્ઝામિનેશન ફોર મેડિકલ સાયન્સ દ્વારા આયોજિત બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ તારીખો અહીં જુઓ
- NEET PG 2024 23મી જૂને યોજાશે
- પરિણામ તારીખ – 15મી જુલાઈ 2024
- કાઉન્સેલિંગ પ્રક્રિયા – 5મી ઓગસ્ટથી 15મી ઓક્ટોબર 2024 સુધી
- શૈક્ષણિક સત્રની શરૂઆત- 16 સપ્ટેમ્બર 2024
- શૈક્ષણિક સત્રમાં જોડાવા માટેની છેલ્લી તારીખ – 21 ઓક્ટોબર 2024
તમને જણાવી દઈએ કે, અગાઉ NEET PG પરીક્ષા શરૂઆતમાં 3 માર્ચે યોજાવાની હતી અને બાદમાં પંચે તેને 7 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી હતી.
આ NEET PG પરીક્ષાની પેટર્ન હશે
NEET PGની પરીક્ષા માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, એક તરફ NEET UG પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવે છે, તો બીજી તરફ NEET PG માટે આવો નિયમ લાગુ પડતો નથી. હાલની NEET પરીક્ષા પેટર્ન મુજબ, પરીક્ષા કોમ્પ્યુટર આધારિત મોડમાં લેવામાં આવશે જે 800 ગુણની હશે. NEET PG પરીક્ષાના પ્રશ્નપત્રને ઉકેલવા માટે ઉમેદવારોને સાડા ત્રણ કલાકનો સમય આપવામાં આવશે. આ સાથે તમને જણાવી દઈએ કે પરીક્ષાના થોડા દિવસો પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે.