(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશના પશ્ચિમ બંગાળના કોલકત્તામાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી ની સુરક્ષા સાથે જોડાયેલી તાજેતરની ઘટનાએ સમગ્ર રાજ્ય અને દેશ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વીઆઈપી સુરક્ષા પ્રણાલી પર ગંભીર સવાલો તો ઉભા કર્યા જ છે. પણ દેશવાસીઓમાં ભય પણ ઉભો કર્યો છે. આતો માત્ર એક ઘટના છે એ પહેલા કેજરીવાલ સહિત કંઈ કેટલાય નેતાઓ ને પણ આવા અનુભવો થયા છે. પરંતુ પોલીસ કે રાજ્ય પ્રશાસને આ મામલાને માત્ર મળવાની ઘેલછા કે માનસિક અસ્થિરતા જેવા બહાના આગળ ધરીને બંધ કરી દેવાને બદલે તેની
ઊંડાણપૂર્વક, તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. ઉપરાંત મળવા આવનાર વ્યક્તિનો ઇરાદો ધારોકે નેતા ઉપર હુમલો કરવાનો કે મારવાનો જ હોત તો શું?
જેથી આખી ઘટના પાછળનું સાચું ચિત્ર જનતા સમક્ષ આવી શકે એ માટે મમતા બેનરજી સુધી પહોંચેલી મહિલા આટલી જડબે સલાક સુરક્ષા હોવા છતાં પહોંચી કેવી રીતે? તેની પાછળ કોઇનું ઉશ્કેરણીજનક ષડયંત્ર હતું કે કેમ અને સુરક્ષા પોઇન્ટ પર કયા અધિકારીની બેદરકારી હતી તે તમામ બાબતો ની જવાબદારી નક્કી થવી અનિવાર્ય છે.
આમ લોકશાહી શાસનમાં વૈચારિક મતભેદો, નીતિગત અસહમતિ અને સરકાર કે નેતા સામે વિરોધ પ્રદર્શન કરવાનો દરેક નાગરિક ને રાજકીય પક્ષ ને સંપૂર્ણ લોકતાંત્રિક અધિકાર છે. પરંતુ જ્યારે આ અસહમતિ કે રાજકીય વિરોધ હિંસા, ભય, સશસ્ત્ર ઘૂસણખોરી કે કોઈ અપ્રિય ઘટનાની સીમાઓ વટાવવા લાગે છે ત્યારે તે સમગ્ર લોકશાહી ના મૂળભૂત માળખા માટે અતિ ગંભીર ખતરો બની જાય છે. અને આનો ભોગ પત્રકારો, RTI એક્ટીવિસ્ટો, સામાજીક આગેવાનો બનેલા છે અને જાન ગુમાવ્યો છે. હિંસા કે અસુરક્ષાનું વાતાવરણ ક્યારેય સમાજ કે રાજ્યના હિતમાં હોઈ શકે નહીં, માત્ર શાંતિ અને સલામતીનું વાતાવરણ એજ સાચી લોકશાહીની નિશાની છે.




