બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના! તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ એર્દાેગનની UNGA માં ‘નાપાક’ હરકત છેલ્લા ઘણા વર્ષાેથી તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ વારંવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી કશ્મીરનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ રેસેપ તૈયપ એર્દાેગને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, દક્ષિણ એશિયાના તમામ વિવાદો, જેમાં કશ્મીરનો મુદ્દો પણ સામેલ છે, તેને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ળેમવર્ક અંતર્ગત વાટાઘાટો દ્વારા ઉકેલવો જાેઈએ.અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં મંગળવારે (૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬) પોતાના સંબોધન દરમિયાન તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ એર્દાેગને કહ્યું, ‘દક્ષિણ એશિયામાં એ ખૂબ જ જરૂરી છે કે, કશ્મીર મુદ્દાની સાથે-સાથે બાકીના તમામ વિવાદોને યુએન ચાર્ટર અને અન્ય સંબંધિત પ્રસ્તાવોના ળેમવર્ક અંતર્ગત વાટાઘાટો અને ચર્ચા દ્વારા ઉકેલવામાં આવે.’છેલ્લા ઘણા વર્ષાેથી તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ વારંવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી કશ્મીરનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. જાેકે, ભારત દર વખતે કશ્મીર અંગે આપેલા એર્દાેગનના નિવેદનોની ખુલ્લેઆમ ટીકા કરી ચૂક્યું છે, અને તેના પર આપત્તિ વ્યક્ત કરતું રહ્યું છે. ભારતે વારંવાર દોહરાવ્યું છે કે, જમ્મૂ-કશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે.એર્દાેગને અનેક પ્રસંગોએ UNGA માં આપેલા પોતાના સંબોધનો દરમિયાન કશ્મીર અંગે ટિપ્પણી કરી છે. જાેકે, તેમની નિવેદનબાજીનો સૂર અલગ-અલગ રહ્યો છે, પરંતુ તેમના ભાષણોમાં કશ્મીરનો મુદ્દો હંમેશા સામેલ રહ્યો છે. તેમના તરફથી સૌથી વિવાદાસ્પદ ટિપ્પણી વર્ષ ૨૦૧૯માં કરવામાં આવી હતી, જ્યારે ભારતે જમ્મૂ-કશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરવા માટે બંધારણની કલમ ૩૭૦ની જાેગવાઈઓને સંપૂર્ણપણે રદ કરી હતી.સપ્ટેમ્બર ૨૦૧૯માં UNGA ના ૭૪મા સત્ર દરમિયાન તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ એર્દાેગને કહ્યું હતું, ‘લગભગ ૮૦ લાખ લોકો નાકાબંધીમાં રહી રહ્યા છે, અને કમનસીબે તેઓ કશ્મીરની બહાર પણ નીકળી શકતા નથી.’ તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘છેલ્લા ૭૨ વર્ષાે દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાય આ વિવાદ પર પૂરતું ધ્યાન આપવામાં નિષ્ફળ રહ્યો છે.’એર્દાેગનની આવી ટિપ્પણીઓ પર ભારત તરફથી તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની તુર્કીયેની પ્રસ્તાવિત યાત્રા પણ રદ કરી દીધી હતી, જ્યારે ભારતે અંકારા સાથેના પોતાના સંરક્ષણ સહયોગને પણ મર્યાદિત કરવાની દિશામાં મોટા પગલાં ભર્યા હતા. ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે તુર્કીયે બીજા દેશોની સંપ્રભુતાનું સન્માન કરવું જાેઈએ અને ભારતના આંતરિક મામલામાં દખલગીરી કરવાથી બચવું જાેઈએ.




