Ramayan: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ સતત ચર્ચામાં છે. દર્શકો ફિલ્મ સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા ઉત્સુક છે. ફિલ્મને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી કરી રહ્યા છે. સાઉથનો સુપરસ્ટાર યશ કો-પ્રોડ્યુસર છે. હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘રામાયણ’ કાયદાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘રામાયણ’ના પ્રાથમિક પ્રોડક્શન હાઉસ અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ સાથે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી દાવો કરે છે કે ‘રામાયણ’ના અધિકાર તેમની પાસે જ રહેશે. પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ અથવા કોઈપણ એન્ટિટી દ્વારા સ્ક્રિપ્ટનો કોઈપણ ઉપયોગ તેમના કોપીરાઈટનું ઉલ્લંઘન હશે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ પાસે ‘રામાયણ’માં કોઈ અધિકાર કે માલિકી નથી. પ્રોડક્શને જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી કરવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે.
આ બધાને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે, જોકે આ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. નિતેશ તિવારીએ હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગયા મહિનાની શરૂઆતમાં, યશે પુષ્ટિ કરી હતી કે તે રામાયણમાં સહ-નિર્માતા તરીકે જોડાશે. એક વાતચીતમાં યશે કહ્યું હતું કે, આવી ફિલ્મો બનાવવાની મારી હંમેશા ઈચ્છા રહી છે. શ્રેષ્ઠ VFX સ્ટુડિયોમાંના એક સાથે સહયોગ કરીને મને આનંદ થયો. અમે ઘણા પ્રોજેક્ટ પર વિચાર કર્યો અને આ ચર્ચાઓ દરમિયાન ‘રામાયણ’નો પ્રોજેક્ટ આવ્યો.