મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.50786.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9741.15 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41044.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19400 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.866.52 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6653.58 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.80325ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.80517 અને નીચામાં રૂ.80299ના સ્તરને સ્પર્શી, રૂ.80289ના આગલા બંધ સામે રૂ.151 વધી રૂ.80440ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.177 ઘટી રૂ.64409ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.7979ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.257 વધી રૂ.80420ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91052ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91449 અને નીચામાં રૂ.90774ના સ્તરને સ્પર્શી, રૂ.91051ના આગલા બંધ સામે રૂ.323 વધી રૂ.91374ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.320 વધી રૂ.91331ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.291 વધી રૂ.91308ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1441.97 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.5.45 ઘટી રૂ.819ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો 90 પૈસા વધી રૂ.262ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.2.4 વધી રૂ.251.75ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.8 વધી રૂ.177.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1636.32 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6380ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6413 અને નીચામાં રૂ.6321ના સ્તરને સ્પર્શી, રૂ.6340ના આગલા બંધ સામે કોઈ ફેરફાર વગર રૂ.6340ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો કોઈ ફેરફાર વગર રૂ.6344ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.2.6 ઘટી રૂ.267.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2.7 ઘટી રૂ.267.9ના ભાવ થયા હતા.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.918.2ના ભાવે ખૂલી, રૂ.1 વધી રૂ.915.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.440 ઘટી રૂ.51930ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4856.23 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1797.35 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 710.05 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 210.56 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 72.03 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 449.34 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 417.95 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1218.37 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.86 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 6.42 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17384 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34981 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5353 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 57656 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 25671 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40986 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 158648 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8613 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 19039 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19377 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19402 પોઈન્ટના સ્તર અને નીચામાં 19377 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 52 પોઈન્ટ વધી 19400 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.10.6 વધી રૂ.160.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા ઘટી રૂ.14.8ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.82000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38 વધી રૂ.820ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.91000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.178.5 વધી રૂ.2670ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 28 પૈસા ઘટી રૂ.10.4ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 16 પૈસા ઘટી રૂ.3.51ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.11.2 વધી રૂ.163ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા ઘટી રૂ.14.95ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.81000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.127 વધી રૂ.872ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.91000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.207.5 વધી રૂ.2564ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.9.1 વધી રૂ.165.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.5 વધી રૂ.11.7ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2.5 વધી રૂ.822ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.87 ઘટી રૂ.1840ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 26 પૈસા વધી રૂ.9.91ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 80 પૈસા વધી રૂ.2.79ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.9.1 વધી રૂ.166.4ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.75 વધી રૂ.11.85ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.952ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.61 ઘટી રૂ.1730ના ભાવે બોલાયો હતો.