
અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન ભારત પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય ટુર્નામેન્ટ રમતું નથી બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન થાય છે, ત્યારે દેશો માટે તેમાં ભાગ લેવો એક મજબૂરી અને આવશ્યકતા બની જાય છે.
એશિયા કપ ૨૦૨૫માં ભારતે ૧૪ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પોતાની આગામી મેચ રમવાની છે, પરંતુ તે પહેલાં ઘણો હોબાળો મચી ગયો છે. આનું કારણ એ છે કે ભારતીય ચાહકો આતંકવાદને સમર્થન આપતા દેશ સાથે કોઈપણ ક્રિકેટ મેચ રમવાના સમર્થનમાં નથી.
એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ભારતીય લોકોમાં રોષ છે. ત્યારે આ અંગે મેચના એક દિવસ પહેલા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે.
એશિયા કપ ૨૦૨૫માં યોજાનારી ભારત દૃજ પાકિસ્તાન મેચ પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, જ્યારે છઝ્રઝ્ર અથવા ૈંઝ્રઝ્ર દ્વારા બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે દેશો માટે તેમાં ભાગ લેવો એક મજબૂરી અને આવશ્યકતા બની જાય છે. જાે તેઓ આમ નહીં કરે, તો તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, તેમને મેચ છોડી દેવી પડશે અને બીજી ટીમને પોઈન્ટ મળશે. પરંતુ ભારત પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ટુર્નામેન્ટ રમતું નથી. અમે વર્ષોથી આ ર્નિણય લીધો છે કે જ્યાં સુધી પાકિસ્તાન ભારત પર આતંકવાદી હુમલા બંધ ન કરે, ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ટુર્નામેન્ટ નહીં રમે.
ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત દૃજ પાકિસ્તાન મેચ કાલે એટલે કે રવિવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ તેના નિર્ધારિત સમય મુજબ રમાશે. તમને જણાવી દઈએ કે એશિયા કપ ૨૦૨૫ ટુર્નામેન્ટમાં ભારત દૃજ પાકિસ્તાન ્૨૦ મેચ રોકવા માટે ભારતની સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (ઁૈંન્) પણ દાખલ કરવામાં આવી હતી.
જાેકે, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ મહેશ્વરીની આગેવાની હેઠળની બેન્ચે આ માંગણીને ફગાવી દીધી હતી.




