
નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન હું ઈમાનદારીથી કમાવવાનું જાણું છું, હું કોઈ દલાલ નથી કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે મારી પહેલ અને પ્રયોગો વિચારો દ્વારા સંચાલિત છે અને તેનો હેતુ ખેડૂતોને લાભ આપવાનો છે.
ઇથેનોલ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના ટીકાકારો પર કટાક્ષ કર્યો. ગડકરીએ કહ્યું કે મારું મગજ દર મહિને ૨૦૦ કરોડ કમાઈ શકે તેવું છે પણ નાણાકીય લાભ માટે હું ગમે તે સ્તરે નથી જવાનો. ગડકરીએ આ ટિપ્પણી ઇથેનોલ પર ચાલી રહેલી ચર્ચાની પૃષ્ઠભૂમિમાં કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે મારી પહેલ અને પ્રયોગો વિચારો દ્વારા સંચાલિત છે અને તેનો હેતુ ખેડૂતોને લાભ આપવાનો છે, વ્યક્તિગત નાણાકીય લાભ માટે નહીં. નાગપુરમાં એગ્રીકોસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું, “શું તમને લાગે છે કે હું આ બધું પૈસા માટે કરી રહ્યો છું? હું ઈમાનદારીથી કમાવવાનું જાણું છું, હું કોઈ દલાલ નથી”.
ગડકરીએ કહ્યું કે રાજકારણીઓ ઘણીવાર પોતાના ફાયદા માટે વિભાજનનો ઉપયોગ કરે છે. તેમણે ચેતવણી આપી હતી કે પછાતપણું એક રાજકીય હથિયાર બની ગયું છે. ગડકરીએ કહ્યું કે મારો પણ એક પરિવાર અને ઘર છે. હું કોઈ સંત નથી, હું એક રાજકારણી છું. પરંતુ હું હંમેશા માનતો આવ્યો છું કે વિદર્ભમાં લગભગ ૧૦,૦૦૦ ખેડૂતોની આત્મહત્યા અત્યંત શરમજનક છે. ખેડૂતો સમૃદ્ધ થાય ત્યાં સુધી અમારા પ્રયાસો ચાલુ રહેશે.
નીતિન ગડકરીની આ ટિપ્પણી ૧ સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે તમામ ઇંધણ સ્ટેશનો પર ઇથેનોલ-મુક્ત પેટ્રોલની ફરજિયાત ઉપલબ્ધતાની માંગ કરતી જાહેર હિતની અરજી (ઁૈંન્) ને ફગાવી દીધા બાદ આવી હતી. કેન્દ્રએ અરજીનો વિરોધ કર્યો હતો, તેને રાષ્ટ્રીય નીતિને નબળી પાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ભારતે એપ્રિલ ૨૦૨૩ માં સમગ્ર દેશમાં ૨૦ ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (ઈ૨૦) લાગુ કર્યું હતું, જેનાથી તેના મિશ્રણ લક્ષ્યને નિર્ધારિત સમય કરતા પાંચ વર્ષ વહેલા પ્રાપ્ત થયું હતું.




