
‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ હવે ૩૧ ડિસેમ્બરે રિલીઝ થશે કાર્તિક -અનન્યાની લવસ્ટોરી આલિયાની આલ્ફા અને અવતારને ટક્કર આપી શકશે? છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ક્રિસમસ અને ક્રસમસ પહેલાંના દિવસો કોઈ પણ ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર ઘણા મહત્વના સાબિત થયા છે.
કાર્તિક આર્યનનું વર્ષ ૨૦૨૪ જાેરદાર રહ્યું છે અને તેની ‘ભૂલભુલૈયા ૩’ સુપર હિટ રહી છે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મ ૨૦૨૫ પર રિલીઝ થઈ શકશે નહીં. અનુરાગ બાસુની મ્યુઝિકલ લવસ્ટોરી દિવાળી ૨૦૨૫માં રિલીઝ થવાને બદલે ૨૦૨૬ની શરૂઆતમાં રિલીઝ થવાની ચર્ચા હતી. પરંતુ સોમવારે ધર્મા પ્રોડક્શન્સ દ્વારા અચાનક જાહેરાત કરી દેવામાં આવી છે કે ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ આ વર્ષમા છેલ્લા દિવસે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના દિવસે રિલીઝ થશે.છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ક્રિસમસ અને ક્રસમસ પહેલાંના દિવસો કોઈ પણ ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર ઘણા મહત્વના સાબિત થયા છે. ખાસ તો હવે આ ફિલ્મ માટે નવા વર્ષનો છેલ્લો દિવસ પણ ખાસ બની જશે, કારણ કે એ વીકેન્ડમાં આવે છે અને ફિલ્મની ટીમ માટે આ વીકેન્ડ જેકપોટ સમાન રહ્યો છે. આ વર્ષે ૩૧ ડિસેમ્બર બુધવારે આવે છે. સામાન્ય રીતે ૩૧ ડિસેમ્બરે મોટા ભાગની ઓફિસ સાંજે ૩-૪ વાગ્યે બંધ થઈ જતી હોય છે, લોકો વર્ષના અંતિમ દિવસે વહેલાં કામ પતાવીને વહેલા નીકળવાના મૂડમાં હોય છે.જ્યારે ૧ જાન્યુઆરીને દિવસે જાહેર રજા હોય છે. આ પહેલાં આ રીતે રિલીઝ થયેલી ફિલ્મનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. ૨૦૧૪માં ‘પીકે’ને ૧ જાન્યુઆરીએ તેના આગળના દિવસ કરતા ૫૫ ટકા વધુ કમાણી થઈ હતી. ૨૦૧૬માં ‘દંગલ’ની કમાણીમાં ૩૯ ટકા વધારો થયો હતો.
૨૦૧૮માં ‘સિમ્બા’એ ૧ જાન્યુઆરીએ ૩૩ટકાના વધારા સાથે ૨૮.૧૯ કરોડની કમાણી કરી હતી, જ્યારે ‘અવતાર-ધ વે ઓફ વોટર’ની ૨૦૨૨માં ૫૨ ટકા વધારા સાથે ૧૭.૯૭કરોડની કમાણી થઈ હતી. આમ મોટાભાગે ક્રિસમસથી ૧ જાન્યુઆરી સુધીના દિવસો બોક્સ ઓફિસ પર તગડી કમાણીની દિવસો ગણાય છે. જાેકે, ૨ જાન્યુઆરીએ તેમાં તરત જ ઘટાડો પણ નોંધાય છે. પરંતુ ૨૦૨૬માં ૨ જાન્યુઆરીએ શુક્રવાર છે, પછી ફરી શનિ-રવિની રજાઓ છે. તે જાેતાં અનેક લોકો ૪-૫ દિવસના લાંબા વીકેન્ડનો લાભ ઉઠાવે એવો માહોલ હોય. તેથી મેકર્સને એવી આશા છે કે, તેઓ શુક્રવારે થોડી સ્થિર કમાણી પછી શનિ-રવિમાં ફરી ઉછાળો જાેઈ શકશે. ટૂંકમાં ‘મેં તેરી તું મેરા તું મેરી મેં તેરા’ સૌથી વધુ નફો મેળવી શકાય એવા વીકેન્ડ પર રિલીઝ થઈ રહી છે. તેથી જાે દર્શકોને ફિલ્મ ગમી ગઈ તો, બોક્સ ઓફિસ પર ઘણી સારી કમાણી થઈ શકે એવી તક છે. જાેકે, આ ફિલ્મની સફર બિલકુલ સરળ હશે એવું પણ નથી, કારણ કે યશરાજ ફિલ્મ્સની વધુ એક સ્પાય ફ્લ્મ ‘આલ્ફા’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, આ ફિલ્મના માત્ર ૬ દિવસ પહેલાં. આ ફિલ્મમાં શર્વરી અને આલિયા ભટ્ટનો સ્ટાર પાવર છે, તેથી યશરાજ ફિલ્મ્સને પણ ‘વૉર ૨’ની નિષ્ફળતા પછી આ સ્પાય યુનિવર્સની ફિલ્મથી કમાણી કરી લેવાની અપેક્ષા છે. જાે આ ફિલ્મ ચાલી જાય તો કાર્તિક આર્યન સામે પડકાર ઉભો થઈ શકે છે. સાથે જ ૧૯ ડિસેમ્બરે અવતાર ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘અવતાર: ફાયર એન્ડ એશ’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની પણ લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે, અગાઉની બંને ફિલ્મનો રેકોર્ડ જાેતાં જેમ્સ કેમેરુનની આ ફિલ્મ યશરાજ અને ધર્મા બંને સામે પડકાર બની શકે છે. તેથી હાલ હવે બધી આશાઓ કાર્તિક આર્યનની આ ફિલ્મના ટ્રેલર પર રહેલી છે, જાે દર્શકોને ટ્રેલર ગમી ગયું તો શક્યતા છે કે, અનુરાગ બાસુને ‘મેટ્રો ઇન દિનોં’ પછી ધર્માની ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’માં પણ ધારી સફળતા મળી શકે. જે ફિલ્મ ચાલે તે, દર્શકો માટે તો ત્રણ સારી ફિલ્મની લ્હાણી જ છે.



