
IRCTC કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ.બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી.આરોપીઓએ આઈઆરસીટીસી (રેલવે મંત્રાલય) સાથે જાેડાયેલી હોટલની જાળવણીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ કર્યું હતું. IRCTC કૌભાંડ મામલે લાલુ યાદવ, રાબડી યાદવ અને તેજસ્વી યાદવ સહિત અનેક આરોપીઓ વિરૂદ્ધ ચાર્જ નિર્ધારિત કરવા સ્પેશિયલ કોર્ટ ૧૩ ઓક્ટોબરના રોજ ર્નિણય લેશે. કોર્ટે આ મામલે તમામ આરોપીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. આરોપીઓએ આઈઆરસીટીસી (રેલવે મંત્રાલય) સાથે જાેડાયેલી હોટલની જાળવણીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ કર્યું હતું. રાઉઝ એવેન્યૂ કોર્ટ આ મામલે ૧૩ ઓક્ટોબરના રોજ તેમના પર કયો ગુનો નોંધવો તેનો ર્નિણય લેશે.
સીબીઆઈએ ચાર્જશીટમાં લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સહિત અનેક નામ આરોપી તરીકે રજૂ કર્યા છે. રેલવેમાં આઈઆરસીટીસીની બે હોટલ બીએનઆર હોટલ રાંચી અને પુરીના ટેન્ડરમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે રાઉજ એવન્યુ કોર્ટ આરોપ નિર્ધારિત કરશે. કોર્ટ ૧૩ ઓક્ટોબરના રોજ ર્નિણય લેશે કે, ચાર્જશીટમાં દર્શાવવામાં આવેલા આરોપોમાંથી કયાં કયાં આરોપ કેસનો આધાર બનશે અને કયાં-કયાં આરોપ કેસમાંથી દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, લાલુ, રાબડી અને તેજસ્વી યાદવે આ કેસમાં સીબીઆઈ પાસે પર્યાપ્ત પુરાવો ન હોવાની દલીલ કરી હતી.
લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતાં, ત્યારે તેમણે આઈઆરસીટીસીના બે હોટલની જાળવણીનો કોન્ટ્રાક્ટ એક કંપનીને આપવામાં કથિત કૌભાંડ કર્યું હતું. સીબીઆઈએ આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી વિરૂદ્ધ છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર અને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. આ મામલે દલીલ થઈ હતી કે, સીબીઆઈની પાસે આ મામલે કેસ ચલાવવા માટે પર્યાપ્ત પુરાવા નથી. સીબીઆઈના સ્પેશિયલ જજે તપાસ એજન્સી અને આરોપીઓના વકીલોને રોજિંદા સુનાવણીના આધારે દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.




