
ખોરાક અને ઔષધ વિભાગે નમૂના લીધા.અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે ર્જીંય્ના દરોડા.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ લેબોરેટરી પરીક્ષણ માટે ઘીના નમૂના લીધા છે અને આગળવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (ર્જીંય્) દ્વારા ગુરુવારે કાંભા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક ઔદ્યોગિક એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ૧.૫૬ લાખ રૂપિયાનું ૨૨૦ કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને ૫૪૩ કિલો ઘી ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વહેરાલ ગામ પાસે આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કના શેડ-૧માં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ‘માઁ અર્બુદા પ્રોડક્ટ‘ના સંચાલક દ્વારા કથિત રીતે ભેળસેળવાળું ઘી વેચવામાં આવતું હતું. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી અધિકારીઓએ ૨૨૩.૨ કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી કબજે કર્યું હતું, જેની અંદાજિત કિંમત ૧.૫૬ લાખ રૂપિયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ લેબોરેટરી પરીક્ષણ માટે ઘીના નમૂના લીધા છે અને આગળવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં એકમના સંચાલક અને મુખ્ય આરોપીની ઓળખ દહેગામમાં રહેતા જીગર પ્રજાપતિ તરીકે થઈ છે. ઓપરેશન દરમિયાન, વપરાશ માટે અયોગ્ય ૫૪૩ કિલો ઘીનો અન્ય સ્ટોક ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત ૩.૪૩ લાખ હતી.




