
‘દોસ્તાના ૨’ની ૨૦૧૯માં જાહેરાત કરવામાં આવી હતી.‘દોસ્તાના ૨’માં વિક્રાંત અને લક્ષ્ય સાથે કામ કરશે.દોસ્તાના ૨ ૨૦૦૮માં આવેલી હિટ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ હશે, જે તરુણ મનસુખાનીએ ડિરેક્ટ કરી હતી.
તાજેતરમાં જ વિક્રાંત મેસ્સીને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો છે. ત્યારે આ એવોર્ડ મેળવ્યા પછી તેણે જાહેર કર્યું છે કે તે હવે ‘દોસ્તાના ૨’માં કામ કરી રહ્યો છે, જેમાં તે લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાક વર્ષાેથી આ ફિલ્મ વિશે અને તેની બદલાતી કાસ્ટ વિશે ચર્ચાઓ ચાલતી રહી છે. ત્યારે હવે વિક્રાંત મેસ્સી આ ફિલ્મમાં લીડ રોલ કરવાનો હોવાથી ફરી આ ફિલ્મ પાટે ચડી ગઈ હોવાના અહેવાલો છે.શરૂઆતમાં ‘દોસ્તાના ૨’ની ૨૦૧૯માં જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કાર્તિક આર્યન, લક્ષ્ય અને જાહન્વી કપૂર લીડ રોલ કરવાના હતા. પરંતુ કાર્તિકને કરણ સાથે વાંધો પડતા, તેને આ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. તે પછી વર્ષાે સુધી આ ફિલ્મ વિશે કોઈ જ અપડેટ આવી નહોતી. હવે વિક્રાંત મેસ્સીએ આ અંગે વાત કરતા સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
નેશનલ એવોર્ડ મેળવ્યા પછી વિક્રાંત મેસ્સીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “મને લાગે છે, હવે તો જાહેર જ છે. મને ખબર નહીં, હું કેમ આ વાત કરું છું. હું દોસ્તાના ૨ કરું છું, ધર્મા મુવીઝ સાથે મારી પહેલી ફિલ્મ.”વિક્રાંત મેસ્સી જે પ્રકારના નાના પરિવારના અને ગામડાના પાત્રોના રોલ કરતો આવ્યો છે, તેમાં પણ આ ફિલ્મથી એક બદલાવ આવશે. વિક્રાંતે કહ્યું, “હવે હું ડિઝાઇનર કપડાં પહેરીશ, ફેન્સી ચશ્મા પહેરીશ અને અમે યુરોપમાં શૂટ કરીશું.” પરંતુ વિક્રાંતે હજુ હિરોઇન વિશે કોઈ વાત કરી નથી. તેણે કહ્યું, “મને લાગે છે, મારે તે બહાર પાડવું જાેઈએ નહીં. કરણ સર એ જાહેર કરે તે જ બહેતર છે. આ એક મોટો ખુલાસો છે. લક્ષ્ય આ ફિલ્મનો હિસ્સો છે, પરંતુ છોકરીની વાત સરપ્રાઇઝ જ રહેવા દો.”દોસ્તાના ૨ ૨૦૦૮માં આવેલી હિટ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ હશે, જે તરુણ મનસુખાનીએ ડિરેક્ટ કરી હતી. તેમાં અભિષેક બચ્ચન, જાેન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતા.




