કન્ફેશન ઓફ મેરીને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાશે નાના પાટેકરની હજી પાંચ ફિલ્મો થિયેટર્સમાં રજૂ થવાની બાકી પાંચ ફિલ્મોમાંથી એક ‘કન્ફેશન ઓફ મેરી’ ફિલ્મને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરવામાં આવેલી છે ૭૫ વર્ષની વયે ગોવામાં અવસાન પામેલાં પીઢ અભિનેતા નાના પાટેકરની હજી પાંચ ફિલ્મો રજૂ થવાની બાકી છે. રસપ્રદ બાબત એ છે કે આ પાંચે ફિલ્મોએકમેકથી સાવ અલગ જ પ્રકારની છે.નાનાની રજૂ ન થયેલી ફિલ્મોમાં આદિત્ય સરપોતદાર ર્નિદેશિત હોરર કોમેડી ‘શક્તિ શાલિની’, લક્ષ્મણ ઉતેકર ર્નિદેશિત બાયોગ્રાફિકલ ફિલ્મ ‘ઇઠા’, અનંત મહાદેવન ર્નિદેશિત ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘કન્ફેશન ઓફ મેરી’, શરણ શર્મા ર્નિદેશિત રોમાન્ટિક કોમેડી ફિલ્મ ‘કુકુ કી કુંડલી’ અને રાજેશ્વર પાંડે રાજ ર્નિદેશિત ફિલ્મ ‘વેદાંત’નો સમાવેશ થાય છે.આ પાંચ ફિલ્મોમાંથી એક ‘કન્ફેશન ઓફ મેરી’ ફિલ્મને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરવામાં આવેલી છે. નાના તેમના અવસાન પૂર્વે આ ફિલ્મને ડબ કરવા મુંબઇ આવવાના હતા તેમ ફિલ્મના સહનિર્માતા સુભાષ કાળેએ જણાવ્યું હતું. આ પાંચ ફિલ્મોમાંથી સૌથી પહેલાં ‘ઇઠા’ ફિલ્મ ચોથી ડિસેમ્બરે થિયેટર્સમાં રિલિઝ થવાની છે.




