
માતોશ્રી પરિસરમાં ડ્રોન ઉડવાથી ગભરાટ ફેલાયો ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ ઠાકરે જૂથે જાસૂસીનો આરોપ લગાવ્યો, જ્યારે મુંબઈ પોલીસે કહ્યું કે તે MMRDAના સર્વે ડ્રોનનો ભાગ હતો
શનિવારે (૮ નવેમ્બર) મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ઠાકરે પરિવારના નિવાસસ્થાન માતોશ્રીની બહાર એક અજાણ્યું ડ્રોન ઉડતું જાેવા મળ્યું. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઉચ્ચ સુરક્ષા ઝોન ગણાતા આ વિસ્તારમાં ડ્રોનની હાજરીથી સુરક્ષા એજન્સીઓ અને ઠાકરે જૂથ બંને સતર્ક થઈ ગયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, માતોશ્રી અને MMRDA ઓફિસ વચ્ચેના રસ્તા પર થોડા સમય માટે ડ્રોન ફરતું જાેવા મળ્યું હતું. માતોશ્રી ખાતે તૈનાત સુરક્ષા કર્મચારીઓએ ડ્રોનને જાેતા જ તેનો વીડિયો રેકોર્ડ કર્યો અને સંબંધિત સુરક્ષા અધિકારીઓને જાણ કરી. અહેવાલ મુજબ, આ ઘટના બાદ, ઠાકરે જૂથે આરોપ લગાવ્યો હતો કે ડ્રોનનો ઉપયોગ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લેતા લોકો પર જાસૂસી કરવા માટે થઈ રહ્યો હતો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે માતોશ્રી સંકુલ ઉચ્ચ સુરક્ષા ઝોનમાં આવે છે. આમ છતાં, આવા ડ્રોનનું ઉડાન ખૂબ જ ગંભીર સુરક્ષા મુદ્દો છે. શું કોઈ માતોશ્રીની જાસૂસી કરી રહ્યું છે? આ આપણે જાણવાની જરૂર છે.
મુંબઈ પોલીસે પરિસ્થિતિ સ્પષ્ટ કરતા એક નિવેદન બહાર પાડ્યું. તેમણે જણાવ્યું હતું કે મ્દ્ભઝ્ર અને ખેરવાડી વિસ્તારોમાં MMRDAદ્વારા પરવાનગી આપવામાં આવેલ ડ્રોન સર્વે ચાલી રહ્યો છે. કૃપા કરીને કોઈપણ ખોટી માહિતી ફેલાવવાનું ટાળો. પોલીસે એમ પણ કહ્યું હતું કે ડ્રોન સંભવત: તે સર્વેનો ભાગ હતો અને ખાનગી દેખરેખનો કેસ નથી. જાેકે, ઠાકરે જૂથ આ સમજૂતીથી સંતુષ્ટ જણાતું નથી. તેમનું કહેવું છે કે ડ્રોન સર્વેની પરવાનગી છે કે નહીં, માતોશ્રીની ઉપર અથવા તેની આસપાસ આવા ઉપકરણો ઉડાવવા પર સખત પ્રતિબંધ હોવો જાેઈએ.
નોંધનીય છે કે ડ્રોન નીતિ અનુસાર, મુંબઈના ઘણા વિસ્તારો, ખાસ કરીને ફૈંઁ અને સરકારી રહેણાંક વિસ્તારો, રેડ ઝોનમાં આવે છે, જ્યાં ખાસ પરવાનગી વિના ડ્રોન ઉડાવવા પર સખત પ્રતિબંધ છે. આ ઘટના બાદ, માતોશ્રીની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે ડ્રોન ક્યાં અને કયા હેતુ માટે ઉડાડવામાં આવ્યું હતું તે નક્કી કરવા માટે નજીકના વિસ્તારોમાંથી CCTV ફૂટેજની પણ તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભવિત ખતરા અથવા જાસૂસીની શક્યતાને નકારી રહી નથી.




