
ભારતનું પ્રસ્તાવિતિ યુનિટ યુએસ બહારનું સૌ પ્રથમ મેન્યુફેક્ચરિંગ એકમ બનશે.મિલિટરી એરક્રાફ્ટ બનાવતી અમેરિકાની લોકહિડ માર્ટિન ભારતમાં યુનિટ ઊભું કરશ.હાલ ભારતીય એરફોર્સ મિલિટરીના ભારે માલસામાનના પરિવહન માટે ૧૨ જેટલાં સી-૧૩૦ જે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.મિલિટરીના ભારે માલવાહક હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી અમેરિકાની મહાકાય કંપની લોકહિડ માર્ટિને મંગળવારે કહ્યું હતું કે તે મિલિટરીના ભારે માલસામાનનું પરિવહન કરતાં સી-૧૩૦ જે એરક્રાફ્ટનું ભારતની સાથે ભેગાં મળીને ઉત્પાદન કરવા ભારતમાં પોતાનું એક યુનિટ ઉભું કરશે. આ યુનિટ કંપનીનું અમેરિકા બહારનું સૌ પ્રથમ એકમ હશે એમ કંપનીએ ઉમેર્યું હતું.ભારતીય એરફોર્સે જ્યારથી મિલિટરીના ભારે માલસામાનનું પરિવહન કરી શકે એવા ૮૦ વ્યૂહાત્મક એરક્રોફ્ટ ખરીદવા પોતાની શોધ શરૂ કરી હતી ત્યારથી લોકહિડ કંપની તેઓના આ હેતુ માટે સી-૧૩૦ જે પ્રકારના એરક્રાફ્ટ સવર્શ્રેષ્ઠ પૂરવાર થશે એવી સતત રજૂઆત કરતી રહી હતી.
લોકહિડ માર્ટિન એરોનોટિક્સના વાઇસ પ્રેસિડેન્ટ (બીઝનેસ ડેવલોપમેન્ટ) રોબર્ટ ટોથે કહ્યું હતું કે ભારતીય એરફોર્સના મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોગ્રામથી અમારી કંપનીને આ ઉત્પાદન ક્ષમતાને ભારત સુધી લાવવાની તક સાંપડી છે, તે ઉપરાંત આ ક્ષમતાના કારણે ભારતીય એરફોર્સનો ઔદ્યોગિક આધાર પણ વધુ વ્યાપક બનશે.સી-૧૩૦ જે એરક્રાફ્ટ સ્વરૂપે ભારતીય એરફોર્સના મિડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના પ્રોગ્રામમાં અમે રોકાણ કરવાનું ચાલું રાખીશું અને તે માટે ભારતમાં અમારું એક ઉત્પાદન યુનિટ ઉભું કરીશું એમ ટોથે પીટીઆઇ સમાચાર સંસ્થાને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. સમગ્ર વિશ્વમાં પથરાયેલી સેંકડો તક પૈકી ભારતમાં ઉભું થનારું અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ અમેરિકા બહારનું સૌ પ્રથમ યુનિટ બની રહેશે એમ લોકહિડ માર્ટિનના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે હાલ ભારતીય એરફોર્સ મિલિટરીના ભારે માલસામાનના પરિવહન માટે ૧૨ જેટલાં સી-૧૩૦ જે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે, તેથી જ લોકહિડ માર્ટિન ભારતમાં એવું એક ઉત્પાદન યુનિટ ઉભું કરવા માંગે છે જે સહિયારા ધોરણે કામ કરશે, અર્થાત તેમાં ભારત અને એમેરિકાના એન્જિનિયરો ભેગાં મળીને એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે.




