
સ્પોન્સર સ્ટાફ અને ફેન્સની વચ્ચે થયો ઝઘડો હની સિંહનાં દિલ્હી કોન્સર્ટમાં ભારે અફરાતફરી મચી ગઈ ફેન્સ અને શોની સ્પોન્સર ટીમના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો : વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સિંગર-રેપર યો યો હની સિંહે શનિવારના રોજ એટલે કે ૧૪ માર્ચે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં માઇ ચેપ્ટર ઇન્ડિયન ટૂર શરૂ કરી. કોન્સર્ટના અનેક વીડિયોમાં હની સિંહનું જાેરદાર પરફોર્મન્સ જાેવા મળી રહ્યું છે જેમાં તેનો દેસી કલાકાર, બ્લૂ સાઇઝ, સની સની, લુંગી ડાન્સ, મિલિયનેર, ડોપ શોપ અને બ્રાઉન રંગ જેવા હિટ ગીતો ગાયા. પરંતુ કોન્સર્ટની વચ્ચે અચાનક એવું કંઈક થયું કે જેના કારણે અફરાતફરી મચી ગઈ. મળતી માહિતી અનુસાર ફેન્સ અને શોની સ્પોન્સર ટીમના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો છે. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
હની સિંહની દિલ્હી કોન્સર્ટમાં થયેલા ઝઘડાનો વીડિયો એક પત્રકારે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં હની સિંહના કોન્સર્ટ દરમિયાન સ્પોન્સર સ્ટાફ અને કેટલાક દર્શકોની વચ્ચે જબરજસ્ત ઝઘડો થતો જાેવા મળી રહ્યો છે. આટલું જ નહીં વીડિયોમાં તમે જાેઈ શકો છો કે લોકો એકબીજાને મારે પણ છે. જાે કે આ બધું થયું હોવા છતાં હની સિંહે તેનું પરફોર્મન્સ બંધ ન કર્યું.
ખબરો અનુસાર હની સિંહની કોન્સર્ટમાં થયેલા ઝઘડાને શાંત કરવા માટે દિલ્હી પોલીસ પહોંચી અને તરત હાલતને કંટ્રોલમાં કરી. જ્યારે અનેક સુરક્ષાકર્મીઓએ ઝઘડાને શાંત કરવામાં મદદ કરી આ કારણે વાત વધારે બગડી નહીં. જાે કે આ વાતને લઈને અત્યાર સુધીમાં કોઈ ઓફિશિયલી નિવેદન સામે આવ્યું નથી.
દિલ્હી પછી હની સિંહ ૨૧ માર્ચના રોજ અમદાવાદમાં પરફોર્મ કરશે. ત્યારબાદ ૨૮ માર્ચના રોજ મુંબઈ, ૪ એપ્રિલ પુણે, ૧૧ એપ્રિલ કોટા, ૨૫ એપ્રિલ ઇન્દોર, ૨ મે લખનઉ, ૯ મે કોલકાતામાં પરફોર્મ કરશે. આમ, ૧૬ મેના રોજ બેંગલુરુ ટૂરથી સમાપન કરશે.
આમ, વાત કરવામાં આવે તો હની સિંહની કોન્સર્ટ હંમેશા ફૂલ હોય છે. હની સિંહના ચાહકો કોન્સર્ટને લઈને સુપર એક્સાઇટેડ હોય છે. જાે કે હની સિંહ હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતો હોય છે. જાે કે દિલ્હીમાં બનેલી ઘટના પછી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.




