
હિન્દુ અને મુસ્લિમ રીતિ-રિવાજાે અનુસાર લગ્ન કર્યા.ટીવી એક્ટ્રેસ સારા ખાને હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા.સારા ખાન અને રામાયણ ફેમ અભિનેતા સુનીલ લહેરી (લક્ષ્મણ)ના પુત્ર કૃષ પાઠકના લગ્ન હાલમાં ચર્ચાનું કેન્દ્રટીવી એક્ટ્રેસ સારા ખાન અને રામાયણ ફેમ અભિનેતા સુનીલ લહેરી(લક્ષ્મણ)ના પુત્ર કૃષ પાઠકના લગ્ન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
સારા મુસ્લિમ છે અને કૃષ હિન્દુ હોવાથી, કપલે ૬ ડિસેમ્બરના રોજ હિન્દુ અને મુસ્લિમ એમ બંને રીતિ-રિવાજાે અનુસાર લગ્ન કર્યા હતા.
હિન્દુ વિધિ દ્વારા સાત ફેરા લીધા બાદ આ કપલે નિકાહ પણ કર્યા હતા, જેની સુંદર તસવીરો હવે સારા ખાને શેર કરી છે અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
લાલ રંગના લહેંગામાં સજ્જ સારા ખાન, માંગમાં સિંદૂર અને માંગ ટીકા જેવા પરંપરાગત શણગાર સાથે એક ખૂબ સુંદર પહાડી દુલ્હન લાગી રહી હતી, તેનો લૂક ખૂબ જ આકર્ષક હતો.
સારાના લગ્નને ૮ દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ તેના વેડિંગ ફોટોઝ હજુ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તે કૃષ સાથે ખૂબ ખુશ અને રોમેન્ટિક મૂડમાં જાેવા મળી રહી છે.




