
ધુરંધર ૨ – ધ રિવેન્જ પણ ઘણી લાંબી ફિલ્મ ધુરંધર ૨ અને ટોક્સિકના ક્લેશ સાથે લંબાઈથી પણ સિનેમાલિકો પરેશાન જાે ફિલ્મના બીજા ભાગની લંબાઈ ૩.૫૫ કલાકની હોય, તો તે હિન્દી સિનેમાની સૌથી લાંબી ફિલ્મમાંની એક બની જશે લાંબા સમયથી ઇદની રિલીઝી રાહ જાેવાઈ રહી છે, ભારતીય સિનેમાની આ સૌથી મોટી ટક્કર રહેવાની છે, જેમાં રનવીર સિંહની ધુરંધર ૨- ધ રિવેન્જ અને યશની ટોક્સિક રિલીઝ વચ્ચે ટક્કર થવાની છે. ધુરંધર સિરીઝની પહેલી ફિલ્મ પણ લાંબી હતી, તેથી જ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાનોન ર્નિણય લેવાયો હતો. પરંતુ પહેલી ફિલ્મ સાડા ત્રણ કલાકથી પણ લાંબી હોવાને કારણે એવો અંદાજ હતો કે બીજી ફિલ્મ તેનાથી થોડી ટૂંકી હોઈ શકે છે. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ધુરંધર ૨ – ધ રિવેન્જ પણ ઘણી લાંબી ફિલ્મ છે. સુત્રએ જણાવ્યું, “આ ફિલ્મ ૨૩૫ મિનિટ લાંબી હશે એટલે કે ત્રણ કલાક અને ૫૫ મિનિટ. જાેકે, કેટલાંક લોકો એવું પણ માને છે કે આ ફિલ્મ ૩ કલાક અને ૪૦ મિનિટની જ હશે.
બંને સ્થિતિમાં આ બીજાે ભાગ પહેલી ફિલ્મથી તો લાંબો જ હશે, કારણ કે પહેલી ફિલ્મ ૨૧૪.૦૧ મિનિટ એટલે કે ૩ કલાક ૩૪ મિનિટ અને એક સેકન્ડની હતી. આ સ્થિતિમાં દર્શકો પણ એવું જ ઇચ્છે છે કારણ કે તેમને ધુરંધર જેટલી લાંબી હોય એટલી લાંબી જાેવામાં પણ રસ છે. પહેલો ભાગ દર્શકોને એટલો ગમ્યો કે જાણે તેમને ફિલ્મની લત લાગી ગઈ અને મેકર્સ પણ ઇચ્છે છે કે દર્શકો હજુ લાંબા સમય સુધી ફિલ્મ સાથે ચોંટી રહે.”જાે ફિલ્મના બીજા ભાગની લંબાઈ ૩.૫૫ કલાકની હોય, તો તે હિન્દી સિનેમાની સૌથી લાંબી ફિલ્મમાંની એક બની જશે અને બીજા નંબરની સૌથી લાંબી ફિલ્મ ગણાશે, કારણ કે ૨૦૦૩માં આવેલી જે.પી.દત્તાની એલઓસી કાર્ગિલનો રન ટાઇમ ૩ કલાક અને ૪૪ મિનિટનો હતો. ૧૯ માર્ચે ફિલ્મ રિલીઝ થઈ રહી છે, તો ટૂંક સમયમાં ફિલ્મનો ફાઇનલ રનટાઇમ જાહેર થઈ જશે. તેની સાથે જ ઇદ પર બીજી એક લાંબી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, યશની ટોક્સિક.
આ મોટી ટક્કરની લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ટોક્સિક પણ એક લાંબી ફિલ્મ છે, એવી ચર્ચા છે કે આ ફિલ્મ ૩ કલાક અને ૪૦ મિનિટ લાંબી ફિલ્મ છે. આ અંગે સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “હજુ સુધી ટોક્સિકની લંબાઈ નક્કી થઈ નથી, પરંતુ તે ૨૦૦ મિનિટની આસપાસ હશે, જે લગભગ ૩ કલાક અને ૨૦ મિનિટની હશે. મેકર્સને લાગે છે કે આ ફિલ્મ આમ જનતાને મનોરંજન મળે એવી અને લોકોને પસંદ પડે એવી ફિલ્મ છે, દર્શકો આ ફિલ્મથી કંટાળશે કે બોર નહીં થાય. પહેલાં એવો સમય હતો કે લાંબી ફિલ્મ હોય તો એ બાબત ફિલ્મ માટે નકારાત્મક મનાતી હતી. પરંતુ ૨૦૨૩ની એનિમલ પછી આ દૃષ્ટિકોણ બદલાયો છે, આ ફિલ્મ ૩ કલાક અને ૨૧ મિનિટની હતી અને છતાં સફળ રહી હતી. તાજેતરમાં રિલીઝ થયેલી બોર્ડર ૨ પણ ૩ કલાક અને ૧૧ મિનિટની ફિલ્મ હતી. સાથે જ ધુરંધરની લંબાઈ પણ ૩ કલાક અને ૩૪ મિનિટની હતી. આ બધી જ ફિલ્મો સફળ રહી છે અને ટોક્સોક પણ એ જ રસ્તે ચાલી રહી છે.”




