
કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી.દીકરીની કસ્ટડી માટે પોતાની જ એક્ટ્રેસ પત્નીનું પતિએ કર્યું અપહરણ!.પોલીસે આ મામલે એક્ટ્રેસના પતિ હર્ષવર્ધન અને તેના સાથી કૌશિકને મુખ્ય આરોપી બનાવી એક્ટ્રેસની શોધખોળ હાથ ધરી.કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ૨૮ વર્ષીય ટીવી સીરિયલ અને ફિલ્મ એક્ટ્રેસ ચૈત્રા આરનું તેના અલગ થઈ ગયેલા પતિ દ્વારા કથિત અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ દીકરીની કસ્ટડી મેળવવા માટે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે એક્ટ્રેસના પતિ હર્ષવર્ધન અને તેના સાથી કૌશિકને મુખ્ય આરોપી બનાવી એક્ટ્રેસની શોધખોળ હાથ ધરી છે. એક્ટ્રેસની ૨૩ વર્ષીય બહેન લીલા આર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, ચૈત્રા અને હર્ષવર્ધનના લગ્ન ૨૦૨૩માં બંનેના પરિવારની સંમતિથી થયા હતા. દંપતિની એક વર્ષની મનિષા નામની દીકરી છે.
જાેકે, છેલ્લાં ૭-૮ મહિનાથી ઘર કંકાસના કારણે બંને અલગ રહેતા હતા. ૭ ડિસેમ્બરે સવારે ચૈત્રાએ પરિવારને જણાવ્યું કે, તે મૈસૂર શૂટિંગ માટે જઈ રહી છે. નોંધનીય છે કે, પોલીસે આ મામલે એક્ટ્રેસના પતિ હર્ષવર્ધનને મુખ્ય આરોપી બનાવ્યો છે. હર્ષવર્ધન હાસન જિલ્લાનો રહેવાસી છે અને વર્ધન એન્ટરપ્રાઇઝનો માલિક હોવાની સાથે ફિલ્મ પ્રોડ્યુસર છે. પોલીસના જણાવ્યાનુસાર, આ એક સમજી-વિચારીને કરવામાં આવેલું કાવતરૂ હતું. હર્ષવર્ધને કથિત રૂપે પોતાના સહયોગી કૌશિકને ૨૦ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા અને વહેલી સવારે ૮ વાગ્યે ચૈત્રાને મૈસૂર રોડ મેટ્રો સ્ટેશન પર બોલાવી. ત્યાર બાદ જબરદસ્તી કારમાં રોડ અને બિડાદી રૂટ લઈ જવામાં આવી. સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે ચૈત્રાએ જેમ-તેમ કરીને પોતાના મિત્ર ગિરીશને ફોન કરીને અપહરણની સૂચના આપી અને ગિરીશ બાદમાં તુરંત તેના પરિવારને આ વિશે જાણ કરી. સાંજે હર્ષવર્ધન ચૈત્રાની માતા સિદ્ધમ્માને ફોન કરીને અપહરણની વાતનો સ્વીકાર કરે છે અને ધમકી આપે છે કે, જાે દીકરીને તેની જણાવેલી જગ્યાએ લાવવામાં નહીં આવે તો ચૈત્રાને છોડશે નહીં. ત્યારબાદ અન્ય એક સંબંધીને ફોન કરીને દીકરીને લાવવાનું કહ્યું અને ચૈત્રાને સુરક્ષિત છોડી દેવાનું આશ્વાસન પણ આપ્યું. નોંધનીય છે કે, ચૈત્રાનો ફોન સ્વીચ ઑફ હોવાને કારણે તેનો સંપર્ક થઈ શક્યો નથી. પરિવારના સભ્યએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલો લગ્નના વિવાદો અને બાળકની કસ્ટડી સાથે જાેડાયેલો હોવાથી ખતરનાક પગલાં તરફ ઈશારો કરે છે. પોલીસ આરોપીની ધરપકડ કરવા અને એક્ટ્રેસને સુરક્ષિત રીતે બચાવવા માટે કામ કરી રહી છે.




